27 February, 2023 09:07 PM IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારત સરકાર પાસેથી બ્રહ્મર્ષિ એવૉર્જથી સન્માનિત પુષ્ઠિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના તૃતીય પીઠના પીઠાધીશ્વર વ્રજેશકુમાર મહારાજની સંક્ષિપ્ત બીમારી બાદ 85ની વયે સોમવારે 11.45 વાગ્યે નિધન થઈ ગયું. તેમના નિધનથી દેશ-વિદેશમાં વસેલા હજારો વૈષ્ણવ શ્રદ્ધાળુઓમાં શોક છવાયો છે. વડોદરાના કેવડા બાગ બેઠક મંદિરમાંથી હજારોની સંખ્યામાં આવેલા વૈષ્ણવોએ તેમને અંતિમ વિદાય આપી. અંતિમ યાત્રામાં હજારો લોકો સામેલ થયા હતા.
સોમવારે સવારે વડોદરાના કેવજાબાગ સ્થિત બેઠક મંદિરમાં પીઠાધીશ્વર વ્રજેશ કુમારનો પાર્થિવદેહ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. અંતિમ દર્શન માટે લાંબી લાઈનો લાગી. બાળકોથી લઈને વૃદ્ધો સુધી તેમને આંસુભરી આંખે વિદાય આપી. અંતિમ યાત્રા કેવડા બાગ બેઠક મંદિરથી ખંડેરાવ માર્કેટ, ટાવર ચાર રસ્તા, નાગરવાડા થઈને બહુચરાજી સ્મશાન પહોંચી. ત્યાં તેમના પાર્થિવદેહને પંચતત્વમાં વિલીન કરવામાં આવ્યો.
આ પહેલા વડોદરાના વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમાર મહારાજે સવારે 11.45 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. ડૉક્ટર્સ પ્રમાણે તેમને 13 ફેબ્રુઆરીના રોજ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના શરીરમાં સંક્રમણ ફેલાઈ ગયું હતું. નિધનનું કારણ મલ્ટીઑર્ગન ફેલ્યોર કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : પૉર્ન ફિલ્મો બતાવીને કરી અશ્લીલતા, 10 મહિનાના લગ્નજીવનમાં તો પત્નીનો લઈ લીધો જીવ
વ્રજેશકુમાર મહારાજ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા. આ સિવાય સારા ગાયક અને વાદક પણ હતા. મુંબઈના પ્રસિદ્ધ જેજે સ્કૂલ ઑફ આર્ટ્સમાંથી તેમણે સ્નાતક કર્યું હતું. તેમને રાજસ્થાની મિનિએચર આર્ટ પેન્ટિંગના વિશેષજ્ઞ માનવામાં આવતા હતા. પુષ્ટિમાર્ગી અને કૃષ્ણલીલા પર તેઓ પેન્ટિંગ બનાવતા. સનાતન ધર્મ જ નહીં, પણ વિશ્વના અનેક ધર્મગ્રંથોનું તેમણે ઊંડું અધ્યયન કર્યું હતું. રાજસ્થાનના કંકરોલી સ્થિત દ્વારકા મંદિર, વડોદરાનું બેઠક મંદિર અને સુખધામ હવેલી સહિત 132 મંદિરો-વૈષ્ણવ હવેલીઓના તેઓ ગાદીપતિ હતા. તેમના બે પુત્રોમાં વાગિશકુમાર અને દ્વારકેશલાલ છે.