Vadodara News: બૅન્ક મેનેજરને 18.92 લાખની ઑનલાઈન ઠગાઈ, સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ

30 May, 2024 03:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ બનાવની શરૂઆત જાન્યુઆરી 2024ના અંતિમ સપ્તાહમાં થઈ હતી, જ્યારે ભાર્ગવભાઈ સોશિયલ મીડિયા (Vadodara News) પર સર્ફિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઇન્વેસ્ટમેન્ટ માટેની એક આકર્ષક લિંક પર ક્લિક કર્યું,

પ્રતીકાત્મક તસવીર

વડોદરા (Vadodara News)ના કારેલીબાગ વિસ્તારમાં રહેતા એક ખાનગી બૅન્કના મેનેજર ભાર્ગવભાઈ મનહરે 18.92 લાખના ફ્રોડનો શિકાર થયા છે. નાણાકીય લાભના લોભામણા વચનોમાં ફસાઈ, ભારે રોકાણ કર્યાના બે મહિનાના સમયમાં તેમને આ નુકસાન વેઠવું પડ્યું હતું.

આ બનાવની શરૂઆત જાન્યુઆરી 2024ના અંતિમ સપ્તાહમાં થઈ હતી, જ્યારે ભાર્ગવભાઈ સોશિયલ મીડિયા (Vadodara News) પર સર્ફિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઇન્વેસ્ટમેન્ટ માટેની એક આકર્ષક લિંક પર ક્લિક કર્યું, જેના થકી તેમને એક વોટ્સએપ ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં મીરા અને માર્ક બિલસન નામના બે વ્યક્તિઓ સ્ટૉક માર્કેટ અને આઇપીઓમાં રોકાણ અંગે સલાહ આપી રહ્યા હતા.

મોટી કમાણી જાહેરાત જોઈને ભાર્ગવભાઈ પ્રભાવિત થયા અને તેમણે ફેબ્રુઆરી 2024માં એક ટ્રેડિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ (Vadodara News) કરી હતી. તેમણે શરૂઆતમાં 10,000 રૂપિયાનું રોકાણ કર્યું અને તેમને તરત જ 10-12 ટકાનો રિટર્ન મળ્યું. આ પ્રોત્સાહનમાં તેમણે વધુ 50,000 રૂપિયા ઉમેર્યા અને થોડા જ સમયમાં તેમની કુલ રોકાણ રકમ 60,000 રૂપિયા થઈ ગઈ હતી. એપ્લિકેશનમાં તેમને 1.48 લાખ રૂપિયાની રકમ દર્શાવાઈ, જેનાથી વધુ પ્રોત્સાહિત થઈને તેમણે વધુ રોકાણ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ દિવસોમાં ભાર્ગવભાઈએ કુલ રૂા. 18.92 લાખનું રોકાણ કર્યું હતું. એપ્લિકેશનમાં તેમને 69.11 લાખનું બેલેન્સ દેખાડવામાં આવ્યું હતું, પરંતુ 10.50 લાખ ઉપાડવાનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો. રકમ ઉપાડવા માટે ટેક્સ અને અન્ય ચાર્જના બહાને વધુ રકમની માગણી કરવામાં આવી હતી.

આ બાબતે શંકા થતા, ભાર્ગવભાઈએ સાયબર સેલનો સંપર્ક કર્યો હતો. સાયબર સેલે તેમની ફરિયાદ નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવ વડોદરાના નાગરિકોને અનુરોધ કરે છે કે, ઑનલાઇન ઇન્વેસ્ટમેન્ટના આકર્ષક વચનોમાં આવીને તેઓ સાવચેત રહે. થોડી પણ શંકા હોય તો યોગ્ય તપાસ કર્યા વિના કોઈપણ પ્રકારના આર્થિક લેવડદેવડમાં પ્રવેશ ન કરવા તાકીદ કરવામાં આવી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે ઑનલાઈન પ્લેટફોર્મ્સ પરની ઇન્વેસ્ટમેન્ટમાં સાવચેત રહેવું અગત્યનું છે, નહીં તો આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે.

વડોદરામાં એક મહિના પહેલાં બનેલો રોડ ગરમીમાં પીગળ્યો

ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે એને કારણે વડોદરામાં માણસોને તો અંગ દઝાડતી ગરમીનો અનુભવ થયો છે એટલું જ નહીં, એક મહિના પહેલાં બનેલો રોડ પણ ૪૦.૬ ડિગ્રી ગરમીને કારણે પીગળી ગયો હતો. રોડ પીગળતાં એની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે.

વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગોત્રી પોલીસ-સ્ટેશન તરફ જતા રોડને એની લંબાઈ કરતાં થોડો મોટો કર્યો હતો. આ કામ કર્યાને એક મહિના જેટલો સમય થયો છે. ગઈ કાલે વડોદરામાં ૪૦.૬ ડિગ્રી ગરમી હતી. ભારે ગરમીને કારણે ગોત્રી વિસ્તારનો એક તરફનો રોડ પીગળવાનો શરૂ થયો હતો અને જોતજોતામાં તો રોડનો કેટલોક ભાગ પીગળી ગયો હતો. રોડ પીગળતાં વાહનચાલકો પરેશાનીમાં મુકાઈ ગયા હતા. એમાં પણ ટૂ-વ્હીલરના ચાલકો માટે મુશ્કેલી વધી ગઈ હતી અને બૅલૅન્સ કરવું પણ તકલીફજનક બની ગયું હતું. રાહદારીઓનાં બૂટ-ચંપલ ચોંટી જવાના કિસ્સા પણ બન્યા હતા.

vadodara news gujarat cyber crime gujarat news