midday

Vadodara Accident: ‘હજી એક રાઉન્ડ....’ નશામાં ધૂત યુવકે કેટલાંય લોકોને અડફેટે લીધા, એક મહિલાનું મોત

15 March, 2025 07:17 AM IST  |  Vadodara | Gujarati Mid-day Online Correspondent

Vadodara Accident: આખી ઘટના આમ્રપાલી કોમ્પ્લેક્સના સીસીટીવીમાં કેદ થઈ છે. અકસ્માત સમયે કારની ઝડપ 100 કિમી પ્રતિ કલાકથી વધુ હોવાની માહિતી મળી છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

વડોદરામાં દારૂના નશામાં ધૂત એક કાર ચલાવનાર યુવકે કેટલાંય લોકોને અડફેટે લીધા છે. પ્રાપ્ત માહિતી (Vadodara Accident) અનુસાર આ યુવકે મોટરસાયકલ પર આવેલા ત્રણ લોકોને પણ  ઉડાડયા હતા. યુવક નશામાં ધૂત હોવાથી તેની કાર ટુ-વ્હીલર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ જબરદસ્ત અકસ્માતમાં સર્જાયો હતો. જેમાં મહિલાનું મોત થયું હતું. 

બંને વાહનોને ભારે નુકસાન થયું 

જ્યારે આ ટક્કર થઈ ત્યારે ટુ-વ્હીલર ચાલક નીચે પડી ગયો હતો અને તેનું ઘટનાસ્થળે (Vadodara Accident) જ મોત થયું હતું. આ અકસ્માત બાદ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. બંને વાહનો વચ્ચે થયેલી ટક્કર એટલી જોરદાર હતી તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે કારનો આગળનો ભાગનો ખચ્ચરઘાણ નીકળી ગયો હતો અને મોટરસાયકલને પણ ભારે નુકસાન થયું છે.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આ અકસ્માત બન્યો છે. આખી ઘટના આમ્રપાલી કોમ્પ્લેક્સના સીસીટીવીમાં કેદ થઈ છે. અકસ્માત સમયે કારની ઝડપ 100 કિમી પ્રતિ કલાકથી વધુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર કાર રક્ષિત રવીશ ચૌરસિયા (Vadodara Accident) ચલાવી રહ્યો હતો. જે મૂળ ઉત્તર પ્રદેશના બનારસનો રહેવાસી છે. તે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી લૉનો સ્નાતક છે. નશામાં ધૂત રવીશ ચૌરસિયાએ ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. ળતી માહિતી મુજબ કારમાં બે લોકો સવાર હતા. રવીશની સાથે પ્રાંશુ ચૌહાણ નામનો એક અન્ય યુવક પણ હતો. રવીશ કાર ચલાવી રહ્યો હતો, પણ કાર હતી તે પ્રાંશુ ચૌહાણની હતી. પોલીસે કારના ડ્રાઈવર રક્ષિત રવીશની ધરપકડ કરી છે. 

નરાધમનો વિડીયો પણ વાયરલ થયો છે. 

આ નશામાં ધૂત યુવકનો અકસ્માત થયા બાદનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં (Vadodara Accident) વાયરલ થયો છે. જેમાં કેટલાંક અન્ય યુવકો તેની આસપાસ જોવા મળી રહ્યા છે અને નશામાં ધૂત યુવક ૐ નમઃ શિવાય અને નીકીતા મેરી હે... એવું કશુંક બબડતો સાંભળી શકાય છે. અકસ્માતના સ્થળે પોલીસ અને રાહદારીઓ એકઠા થયા હતા, ત્યારે ડ્રાઈવર નશામાં ધૂત ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત કારમાંથી બહાર નીકળ્યો હતો. તે વારંવાર બૂમો પાડી રહ્યો હતો કે "હજી એક રાઉન્ડ, હજી એક રાઉન્ડ!"

સ્થાનિક લોકોએ તુરંત પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેના કારણે ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની માહિતી મળી કે તુરંત જ પોલીસ  ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.

gujarat news vadodara road accident Crime News ahmedabad gujarat government