25 December, 2022 07:02 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત (Gujarat): સૂરતમાં (Surat) એક કારખાનાના માલિક અને તેમના દીકરા સહિત ત્રણ જણની હત્યાની ઘટના થઈ. ઘટના સૂરતના એક હેન્ડલૂમ કારખાનાની છે. આખી ઘટના કારખાનામાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. માલિક અને માલિકના દીકરા સહિત ત્રણની હત્યાની સૂચના મળતાં પોલીસે મૃતદેહને તાબે લઈને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધા છે.
મળતી માહિતી પ્રમાણે સૂરતના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં અંજલી ઈન્ડસ્ટ્રી નામનું એ કારખાનું છે. કારખાનાંના માલિક અને તેના દીકરા અને એક સંબંધીની રવિવારે હત્યા થઈ ગઈ. હત્યાનો આરોપ તે કારખાનામાં કામ કરનાર મજૂરો પર મૂકવામાં આવ્યો છે. ચપ્પૂથી હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ત્રણેયને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
ત્રણેય ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા. ઘટનાની સૂચના લોકોએ પોલીસને આપી. સૂચના મળતાં જ પોલીસ ત્યાં પહોંચી અને તપાસ શરૂ કરી દીધી. ઘટનાની સીસીટીવી ફુટેજ પણ સામે આવી છે. આ ફુટેજમાં સ્પષ્ટ દેખાય છે કે માલિકનો એક વ્યક્તિ સાથે વિવાદ થઈ રહ્યો હતો.
આ દરમિયાન પાછળથી એક ત્રીજી વ્યક્તિ આવે છે અને માલિક પર તાબડતોબ વાર કરવાનું શરૂ કરી દીધું. એકાએક સતત વાર થવાથી માલિક લોહીલોહાણ થઈને પથારી પર પડી જાય છે. ત્યાર બાદ બન્ને શખ્સ ત્યાંથી ઝડપથી નીકળી જાય છે. ઈજાગ્રસ્ત શખ્સ તેમનો પીછો કરવાનો પ્રયત્ન કરે છે અને સીડીઓ પર હવામાં ઉછળતો જમીન પર પડે છે.
આ પણ વાંચો : પાલઘર: મુંબઈ અમદાવાદ હાઈવે પર પ્રવાસીની લૂંટ, ઑટોરિક્શા ડ્રાઈવર સહિત 3ની ધરપકડ
કહેવામાં આવી રહ્યું છે કે હત્યાના આરોપી મજૂરને માલિકના કારખાનાની નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યો. પૈસાની લેવડદેવડને લઈને પણ માલિક અને મજૂરોમાં વિવાદ હતો. શંકા છે કે નોકરીમાંથી કાઢી નાખ્યા બાદ ખુન્નસને કારણે મજૂરોએ લેવડદેવડના વિવાદમાં માલિક, માલિકના દીકરા અને તેના સંબંધી પર ચપ્પૂથી હુમલો કરી દીધો અને એક પછી એક વાર કરીને તેમની હત્યા કરી દીધી.
જો કે, ઘટનાને લઈને પોલીસ તરફથી હજી સુધી કોઈ નિવેદન આવ્યું નથી. આરોપી મજૂરને લઈને પણ કોઈ માહિતી સામે આવી નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.