જૂનાગઢમાં આજથી પાંચ દિવસના મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ

23 February, 2025 07:33 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

પાંચ દિવસ ચાલનારા આ મેળામાં સહભાગી થવા દેશભરમાંથી સાધુ-સંતો અને ધાર્મિક જનો ઊમટ્યા છે.

આ મેળા દરમ્યાન ૨૩ ફેબ્રુઆરીના રવિવારે ભવનાથ તળેટીમાં વિખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાશે. રવિવારે કીર્તિદાન ગઢવીની પચાસમી વર્ષગાંઠ છે.

સૌરાષ્ટ્રમાં આવેલી પવિત્ર ભૂમિ જૂનાગઢમાં આધ્યામિક અને પૌરાણિક મહત્ત્વ ધરાવતા દેવાધિદેવ મહાદેવના મહાશિવરાત્રિના મેળાનો આજથી હર્ષોલ્લાસ સાથે શુભારંભ થશે. પાંચ દિવસ ચાલનારા આ મેળામાં સહભાગી થવા દેશભરમાંથી સાધુ-સંતો અને ધાર્મિક જનો ઊમટ્યા છે.

જૂનાગઢ અને ગિરનાર ગઢ એ સનાતન સંસ્કૃતિનું આસ્થાનું સ્થાનક છે, જ્યાં ભગવાન શિવજીથી લઈને ભગવાન શ્રીકૃષ્ણ તેમ જ આદ્યશક્તિના સ્પંદનનો દિવ્ય પવિત્ર અહેસાસ શ્રદ્ધાળુઓને થાય છે. જૂનાગઢ અને ગિરનાર પર્વતની આસપાસ આવેલા અનેક આશ્રમોમાં સત્સંગ સાથે અનેકવિધ કાર્યક્રમો યોજાશે. અનેક કલાકારો ભોળા શંભુને રીઝવવા માટે ભજનની રમઝટ બોલાવશે અને શ્રોતાઓને રસતરબોળ કરશે. મહાશિવરાત્રિના મેળામાં ભવનાથ મંદિર અને મૃગીકુંડનું આગવું મહત્ત્વ છે અને અહીં દર્શન કરવા લાખ્ખો શ્રદ્ધાળુઓ ઊમટશે ત્યારે ૨૬ ફેબ્રુઆરીની શિવરાત્રિની મધરાતે ભવનાથ મંદિરની બાજુમાં આવેલા પૌરાણિક મૃગીકુંડમાં સાધુ-મહાત્માઓના સ્નાન સાથે આ મેળો સંપન્ન થશે. રવિવારે કીર્તિદાન ગઢવીની પચાસમી વર્ષગાંઠ પર ડાયરો

gujarat news gujarat ahmedabad mahashivratri festivals culture news