09 October, 2024 12:46 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
અત્યારે દેશભરમાં નવરાત્રિનું પર્વ અતિ ઉત્સાહ સાથે ઉજવાઇ રહ્યું છે. મા જગદંબાની આરાધના કરવાના આ પર્વમાં ગુજરાત જેવા રાજ્યોમાં ગરબે ઘુમવા પણ અનેક લોકો અધીરા હોય છે. આસ્થા અને આનંદના આ પર્વ વચ્ચે એવાં પણ સમાચાર સામે આવે છે જેનાથી કંપારી છૂટી જાય. તાજતેરમાં જ વડોદરામાં એક તરૂણી પર સામૂહિક બળાત્કાર (Surat Sexual Crime)ની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું ત્યાં ફરી સુરતમાંથી આવી જ શરમજનક ઘટના સામે આવી છે. સુરતના માંગરોલમાં સામૂહિક બળાત્કારની માહિતી મળી રહી છે.
ત્રણ જણાએ અપહરણ કર્યું- અવાવરુ જગ્યાએ ઢોર માર માર્યો
માંગરોળના મોટા બોરસરા ગામમાં એક યુવતી તેના મિત્રને મળવા માટે ગઈ હતી. આ દરમિયાન અજાણ્યા ત્રણ લોકો આવી પહોંચ્યા હતા. આ ત્રણેય નરાધમોએ સગીરા સાથે જે તેનો મિત્ર હતો તેને ઢોર માર મારીને અધમૂઓ કરી દીધો હતો. ત્યારબાદ આ ત્રણેય નરાધમો સગીરાને નિર્જન જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં તેની પર સામૂહિકરીતે બળાત્કાર (Surat Sexual Crime) ગુજાર્યો હતો.
સીસીટીવી કેમેરાની તપાસણી શરૂ
Surat Sexual Crime: કોઈ અવાવરુ જગ્યા પર લઈ ગયા બાદ આ યુવતી પર ત્રણેય નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. આ ઘટનાની નાજ થતાંની સાથે જ રેન્જ આઈજી, જિલ્લા પોલીસના વડા, એલસીબી અને એસઓજી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અત્યારે એવાં પણ અહેવાલ છે કે ત્રણેય આરોપીઓને પકડવા માટે ડોગ સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવી છે. યુવતીના નિવેદનો નોંધીને પોલીસની ટુકડી આગળની કાર્યવાહી કરી રહી છે. ગુનેગારો સુધી પહોંચવા માટે સતત સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
વડોદરામાં પણ બની આવી જ સનસનીખેજ ઘટના, સુરતમાં પણ બની વિચિત્ર ઘટના
તાજેતરમાં જ વડોદરાના ભાયલીમાં પણ આવી જ શરમજનક ઘટના (Surat Sexual Crime) બની હતી. આ ઘટના પણ તાજેતરમાં સુરતમાં બનેલી ઘટના જેવી જ છે. આ ઘટનામાં પણ રાત્રે મિત્ર સાથે યુવતી સ્કૂટી પર જઈ રહી હતી ત્યારે પાંચ અજાણ્યા શખ્સોએ તેમને રોકયાં હતા. જેમાંથી દલીલો બાદ બે વ્યક્તિઓએ યુવતી પર બળાત્કાર કર્યો હતો. આ ઘટનાએ રાજ્યભરમાં ખળભળાટ મચાવ્યો હતો અને આરોપીઓને પોલીસે 48 કલાકમાં દબોચી લેવામાં આવ્યા હતા. આ સાથે જ સુરતના સચિન GIDC વિસ્તારમાંથી પણ આવી જ હચમચાવતી ઘટના સામે આવી હતી, જ્યાં માત્ર ૧૬ વર્ષની કિશોરી પર બળાત્કાર કરાયો હતો. આ મામલામાં આરોપીઓને પોક્સો ગુનાને આધારે દબોચી લેવામાં આવ્યા હતા. આ સાથે જ કોર્ટ દ્વારા તેઓને ૨૦ વર્ષ જેલવાસની આકરી સજા પણ ફટકારવામાં આવી છે. તેઓએ ૧૦ હજારનો દંડ પણ ભરવાનો છે.