સુરતનું પ્લેટફોર્મ નંબર ચાર ત્રણ મહિના માટે બંધ, જાણો શું હશે ટ્રેનોનું ટાઈમ ટેબલ

06 June, 2024 09:21 PM IST  |  Surat | Gujarati Mid-day Online Correspondent

Surat Platform Number 4 Closed: નવું રેલવે સ્ટેશન બનીને પૂર્ણ થયા બાદ મુસાફરોને તેમની ટ્રેનના સમયથી ફક્ત 10-15 મિનિટ પહેલા જ રેલવે પ્લેટફોર્મ પર આવવાની મંજૂરી આપવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - AI)

પશ્ચિમ રેલવેના ગુજરાત ડિવિઝનમાં આવતા સુરત રેલવે સ્ટેશનના (Surat Platform Number 4 Closed) પ્લેટફોર્મ નંબર ચારને 10 જૂનથી 90 દિવસ એટલે કે લગભગ ત્રણ મહિના માટે પૂર્ણ પણે બંધ રાખવામાં આવશે એવી જાહેરાત પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવી છે. રેલવેના આ નિર્ણયને લીધે માર્ગમાં દોડતી તપ્તિ ગંગા એક્સપ્રેસ ટ્રેન સહિતની નવ ટ્રેનોના પ્રવાસીઓને સુરત નજીકના ઉધના જંકશન સ્ટેશન પરથી ટ્રેન પકડવી પડશે.

રેલવેની માહિતી મુજબ સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર ખાતે કૉન્કોર્સનું નિર્માણ કરવામાં આવવાન છે જેથી તે 90 દિવસ માટે બંધ રાખવામાં આવવાનું છે. પ્લેટફોર્મ નંબર 4ના બંધ થવાના કારણે માર્ગની 17 ટ્રેનોને અસર (Surat Platform Number 4 Closed) થવાની છે. સુરત સ્ટેશન પર કામકાજના સમયગાળા દરમિયાન  કુલ આઠ ટ્રેનો સુરત સ્ટેશનને બદલે નજીકના ઉધના સ્ટેશનથી રવાના થશે અને બીજી નવ ટ્રેનોની યાત્રા ઉધના સ્ટેશન પર જ સ્થગિત કરવામાં આવશે.

આ કામકાજને લીધે સુરત-વીરાર, તપ્તિ ગંગા, સુરત-ભાગલપુર, સુરત-અમરાવતી, સુરત-છપરા, સુરત-ભુસાવળ ટ્રેનો 10 થી 17 જૂન સુધીના વિવિધ તારીખોમાં ઉધના રેલવે સ્ટેશનથી (Surat Platform Number 4 Closed) રવાના થશે. આ સાથે વિરાર-સુરત પેસેન્જર ટ્રેન, તપ્તિ ગંગા, ભાગલપુર-સુરત, અમરાવતી-સુરત, છપરા-સુરત, ભુસાવલ-સુરત, ભુસાવલ-સુરત પેસેન્જર, બાન્દ્રા-સુરત ઇન્ટરસિટી ટ્રેન, નંદુરબાર-સુરત મેમુ ટ્રેનોની યાત્રાને સુરત સ્ટેશનને બદલે ઉધના રેલવે સ્ટેશન પર જ બંધ કરવામાં આવશે, જેથી આ માર્ગની પ્રભાવિત ટ્રેનોથી પ્રવાસ કરનાર લોકોને તે અંગે જાણ લેવાની સૂચના રેલવે દ્વારા જાહેર કરવામાં આવી છે.

સુરત સ્ટેશન પર થયા કામકાજ દરમિયાન રદ થતી ટ્રેનોને લીધે મુસાફરોની અસુવિધા ટાળવા માટે સ્ટેશનના પૂર્વ બાજુએ એક તાત્કાલિક ટિકિટ વિન્ડો (Surat Platform Number 4 Closed) પણ બનાવવામાં આવી છે. સુરતનું પ્લેટફોર્મ નંબર ચાર બંધ થવાના કારણે અંદાજે 3.5 લાખ મુસાફરો પર તેની અસર થશે, એવી માહિતી એક રેલવે અધિકારીએ આપી હતી. આ સાથે રેલવે દ્વારા ટ્રેનના સમયમાં બદલત તેમ જ કામકાજ દરમિયાન અસર થતી ટ્રેનોનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે, જેથી પ્રવાસીઓ તેની નોંધ લઈને જ તેમની મુસાફરી કરે, એવી જાહેરાત રેલવેએ કરી છે.

કામકાજના સમયમાં  સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1, 2, અને 3 પર ટ્રેનો નિયમિત પણે દોડશે. તો પ્લેટફોર્મ નંબર ચાર 10 જૂનથી આગળના 90 દિવસ માટે કૉન્કોર્સ વિસ્તારના કારણે બંધ રહેશે. કૉન્કોર્સ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ અને વેટિંગ એરિયા રહેશે જેથી પ્રવાસીઓને સુવિધા મળે. નવું રેલવે સ્ટેશન બનીને પૂર્ણ થયા બાદ મુસાફરોને તેમની ટ્રેનના સમયથી ફક્ત 10-15 મિનિટ પહેલા જ રેલવે પ્લેટફોર્મ (Surat Platform Number 4 Closed) પર આવવાની મંજૂરી આપવામાં આવશે. તેમ જ પ્લેટફોર્મ નંબર ચાર 10 જૂનથી 7 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે જેની પ્રવાસીઓ નોંધ લેય. નવી ટિકિટ વિન્ડો વરાછા બાજુએ શરૂ કરાયું છે, અને પ્લેટફોર્મ 3, 2 અને 1 સુધી સરળ સીધી પ્રવેશ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

surat western railway gujarat news indian railways