07 April, 2025 07:00 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
જૈન મુનિ શાંતિસાગર મહારાજ
સુરતમાં ૨૦૧૭માં ધાર્મિક વિધિ કરવાના અને આશીર્વાદ આપવાના બહાને વડોદરાના એક પરિવારને સુરત બોલાવીને જૈન ઉપાશ્રયમાં ૧૯ વર્ષની યુવતી પર દુષ્કર્મ આચરનાર શાંતિસાગર મહારાજને ગઈ કાલે સુરતની ઍડિશનલ સેશન્સ કોર્ટના ઍડિશનલ સેશન્સ જજ એ. કે. શાહે ૧૦ વર્ષની જેલ અને ૨૫,૦૦૦ રૂપિયાના દંડની સજા ફટકારી હતી.