18 May, 2023 09:59 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત (Gujarat) : સૂરત (Surat) નજીક કે ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વ્યક્તિ પર એક મહિલા સાથે કહેવાતી રીતે બળાત્કાર કર્યા બાદ શારીરિક રીતે પીડિત કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપ શખ્સ પીડિતાનો બૉયફ્રેન્ડ છે. પીડિતાને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી છે. રિપૉર્ટ પ્રમાણે, આરોપીએ તેના ગુપ્તાંગમાં મરચાં ભરી દીધા હતા.
આરોપીની ઓળખ સૂરતના રહેવાસી નિકુંજ કુમાર અમૃતભાઈ પટેલ તરીકે થઈ છે. નિકુંજ કુમારે આ હકિકત છુપાવી કે તે પરિણીત હતો અને તેની પત્ની બીજા ગામડામાં અલગ રહેતી હતી. તેણે પીડિત મહિલાને બોલાવી, ફોસલાવીને પોતાના ઝાંસામાં ફસાવી હતી. બન્ને અમુક સમય સુધી રિલેશનશિપમાં હતા જ્યાં સુધી મહિલાને તેની હકિકત વિશે ખબર નહોતી.
ઈન્ડિયા ટુડેના રિપૉર્ટ પ્રમાણે, જ્યારે પ્રેમિકાને તેના પરિણીત હોવા વિશે ખબર પડી, તો બન્ને વચ્ચે ઝગડો થઈ ગયો. પોલીસ પ્રમાણે મહિલાએ આરોપી નિકુંજ કુમારથી અંતર સાધ્યું.
અલગ થવાના નિર્ણયથી નારાજ પટેલે કહેવાતી રીતે પોતાની પ્રેમિકાને કેબલના તારથી મારી અને તેનો બળાત્કાર કર્યો. તેણે પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં મરચાં પણ ભર્યા હતા. ત્યાર બાદ આરોપીએ તેને ધમકી આપી કે તે તેની પ્રાઈવેટ તસવીરો સોશિયલ મીડિયા પર લીક કરી દેશે.
આ પણ વાંચો : અમદાવાદમાં ગ્રીષ્મા કાંડ: પાગલ પ્રેમીએ યુવતી પર કર્યો હુમલો, યુવતીની હાલત નાજુક
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાને કારણે પીડિતાને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી. ત્યાર બાદ કેસની સૂચના ઓલપાડ થાણામાં પોલીસને આપવામાં આવી. આરોપીની મંગળવારે પોલીસે ધરપકડ કરી અને તેના વિરુદ્ધ આઈપીસી 376 હેઠળ કેસ દાખલ કર્યો છે.