07 October, 2022 03:34 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : આઇસ્ટૉક
સુરતમાંથી (Surat) એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં માત્ર 20 રૂપિયાના સફરજન (For an Apple worth ruppes 20 Minor Killed an Auto Driver) માટે એક 17 વર્ષના સગીરે એક ઑટો ડ્રાઈવરની હત્યા કરી દીધી. પોલીસે આ મામલે સગીર સહિત અન્ય ત્રણની ધરપકડ (3 Arrested) કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે સફરજનના પૈસા આપતી વખતે વિવાદ થયો અને સગીરે આ ઘટનાને અંજામ આપ્યો.
જાણો શું છે ઘટના?
મૃતક મહિપાલ ઉર્ફે મહિપત નામના ઑટો ચાલકે કહેવાતી રીતે એક સફરજનના પૈસા આપવાની ના પાડી દીધી. આથી સગીર ગુસ્સે ભરાયો અને તેણે મંગળવારે રાતે ઑટો ચાલકના માથા પર ડંડો માર્યો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત તેમજ લોહીલોહાણ ઑટો ડ્રાઈવર રસ્તા પર પડી ગયો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. જેના પછી આરોપીએ અન્ય સહયોગીઓ સાથે તેને નજીકના હૉસ્પિટલમાં ખસેડ્યો પણ દર્દીની સ્થિતિ ગંભીર હોવાથી તેને બીજી હૉસ્પિટલ ખસેડવાની સલાહ આપવામાં આવી.
આરોપીએ બીજી હૉસ્પિટલ ન લઈ જતા ઑટો ડ્રાઈવરને સર્વિસ રોડ પર ફેંક્યો
જો કે, આરોપીએ ઇજાગ્રસ્ત ઑટો ડ્રાઈવરને બીજી હૉસ્પિટલ લઈ જવાને બદલે પુનાગામ વિસ્તાર સ્થિત સર્વિસ રોડ પર ફેંકી દીધો અને ઘટનાસ્થળેથી ભાગી ગયો. ઑટો ડ્રાઈવરને રસ્તા પર ફેંકવામાં મદદ કરવાના આરોપમાં પોલીસે સુનીલ દેવીપૂજક (19) અને તેના પિતા ચંદૂ (42)ની ધરપકડ કરી છે. સીસીટીવી ફુટેજના માધ્યમે તેમની સંલિપ્તતા ધ્યાનમાં આવ્યા પછી બધા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. સગીરને કિશોર ન્યાયાલયમાં રજૂ કર્યા પછી રિમાન્ડ હોમ મોકલવામાં આવશે.
આ પણ વાંચો : પ્લાસ્ટિકની બૉટલના નિશાના પર કેજરીવાલ હતા?
મૃતકના મોટાભાઈએ નોંધાવ્યો એફઆઇઆર
આ સંબંધે મૃતકના મોટા ભાઈ લાલજીએ એફઆઇઆર નોંધાવ્યો છે. આ દરમિયાન, રસ્તા પર મૃતદેહ જોઈ સ્થાનિકોએ પોલીસને સૂચના આપી, જેની પ્રારંભિક તપાસ પછી ખબર પડી કે મૃતકની હત્યા કરવામાં આવી છે.