27 March, 2023 08:04 PM IST | Gujarat | Gujarati Mid-day Online Correspondent
બિલકિસ બાનો (તસવીર સૌજન્ય - મિડ-ડે)
બિલકિસ બાનોના 11 બળાત્કારીઓને છોડવા મામલે સુપ્રીમ કૉર્ટે (Supreme Court) કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે. 2002 ગુજરાત (Gujarat) રાયટ્સ દરમિયાન બર્બરતાની શિકાર થયેલી બિલકિસના 11 દોષીઓને ગયા વર્ષે 15 ઑગસ્ટના રોજ છોડી દેવામાં આવ્યા હતા. આજીવન કારાવાસની સજા કાપતા દોષીઓને જલ્દી છોડવા મામલે સર્વોચ્ચ ન્યાયાલયમાં પડકાર આપવામાં આવ્યો છે.
ન્યાયમૂર્તિ કેએમ જોસેફ અને ન્યાયમૂર્તિ બીવી નાગરત્નાની પીઠે અનેક રાજનૈતિક અને નાગરિક અધિકાર કાર્યકર્તાઓ તરફથી દાખલ અરજીઓ અને બાનો તરફથી દાખલ એક રિટ અરજી પર સુનાવણી કરી. આ પહેલા પ્રધાન ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડે 22 માર્ચે કેસને તત્કાલ લિસ્ટ કરવાના નિર્દેશ આપ્યા હતા અને અરજીઓની સુનાવણી માટે એક નવી પીઠ બનાવવા પર સહેમતિ વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે 4 જાન્યુઆરીના રોજ ન્યાયમૂર્તિ અજય રસ્તોગી અને ન્યાયમૂર્તિ બેલા એમ ત્રિવેદીની પીઠ સામે આ કેસ આવ્યો હતો, પણ ન્યાયમૂર્તિ ત્રિવેદીએ કોઈપણ કારણ જણાવ્યા વગર સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા હતા. બધા 11 દોષીઓને ગુજરાત સરકારે સજામાં છૂટ આપી હતી અને છોડી દીધા હતા. દોષીઓને છોડવાની વિરુદ્ધ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) નેતા સુભાષિની અલી, સ્વતંત્ર પત્રકાર રેવતી લાલ, લખનઉ વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ રેખા વર્મા અને તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ની સાંસદ મહુઓ મોઈત્રા તરફથી દાખલ જનહિત અરજી સુપ્રીમ કૉર્ટ પાસે લંબાયેલ છે.
આ પણ વાંચો : સંસદ સભ્ય પદ બાદ હવે ઘર પણ છીનવાશે? રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાના આદેશ
ઘટના સમયે બિલકિસ બાનો 21 વર્ષની હતી અને પાંચ મહિનાથી ગર્ભવતી પણ હતી. ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં આગની ઘટના બાદ ભડકી ઊઠેલા રાયટ્સ દરમિયાન તેની સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેના પરિવારના 7 સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી, જેમાં ત્રણ વર્ષની તેની એક દીકરી પણ સામેલ હતી.