15 December, 2022 04:04 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર
સુપ્રીમ કૉર્ટે (Supreme Court) ગુરુવારે 2002ના ગોધરા (Godhra) ટ્રેન કોચ બાળવા મામલે આજીવન કારાવાસની સજા કાપતા એક દોષીને જામીન આપ્યા છે. કૉર્ટે આ જામીન (Bail) એ જોતાં આપ્યા છે કે તે છેલ્લા 17 વર્ષથી જેલમાં બંધ છે. મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ (D Y Chandrachud) અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હાની પીઠે (PS Narsimha`s Bench) દોષીઓમાંથી એક ફારુક તરફથી રજૂ વકીલની દલીલ પર ધ્યાન આપ્યું કે અત્યાર સુધીના તેના સમયને જોતા જામીન આપવામાં આવે. જણવાનું કે આ મામલે અનેક દોષિઓની સજા વિરુદ્ધ અપીલ સુપ્રીમ કૉર્ટમાં (Supreme Court) લંબાયેલી છે.
સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ ગણાવ્યો જઘન્ય અપરાધ
ગુજરાત સરકાર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે આ સૌથી જઘન્ય અપરાધ હતો જેમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોને જીવતા બાળી નાખવામાં આવ્યા હતા અને દોષીઓની અપીલ શક્ય તેટલી જલ્દી સાંભળવાની જરૂર છે. ફારૂક સહિત અનેક અન્ય લોકોને સાબમતી એક્સપ્રેસના કોચ પર પત્થરમારો કરવાના દોષી ઠેરવવામાં આવ્યા હતા. મેહતાએ કહ્યું કે સામાન્ય રીતે પત્થરમારો કરવો સામાન્ય પ્રકૃતિનો ગુનો છે. જો કે, આ કેસમાં, ટ્રેનના કોચને બોલ્ટ કરવામાં આવ્યા બકા અને એ સુનિશ્ચિત કરવા માટે પત્થરમારો કરવામાં આવ્યો કે જેથી પ્રવાસીઓ બહાર ન આવી શકે અને તેમના સિવાય ફાયર ટેન્ડર પર પણ પત્થર ફેંકવામાં આવ્યા.
આ પણ વાંચો : 20 Years of Gujarat Riots: જ્યારે પત્રકારને પુછવામાં આવ્યું કે હિંદુ છો કે મુસ્લિમ?
27 ફેબ્રુઆરીના ગોધરમાં સાબરમતી એક્સપ્રેસમાં લગાડવામાં આવી આગ
27 ફેબ્રુઆરી, 2002ના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એસ 6 કોતમાં આગ લાગવાથી 59 લોકોના મોત થયાં હતાં, જેના કારણે રાજ્યમાં દંગા ભડકી ઊઠ્યા હતા.