25 December, 2022 08:07 PM IST | Mehsana | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના (Gujarat) મેહસાણા જિલ્લમાં `પેરાગ્લાઈડિંગ` દરમિયાન 50 ફૂટની ઊંચાઈથી પડવા પર એક દક્ષિણ કોરિયન વ્યક્તિનું મોત થયું છે. પોલીસે જણાવ્યું કે જિલ્લામાં કડી કસ્બા સામે વિસાટપુરા ગામમાં આવેલ એક સ્કૂલના મેદાનમાં શનિવારે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે આ અકસ્માત થયો. પેરાગ્લાઈડર યોગ્ય રીતે ખુલી ન શકતા શિન બાયોંગ મૂન (50) પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને 50 ફૂટની ઊંચાઈ પરથી જમીન પર પડ્યો, જેથી તેનું મોત થયું.
પોલીસે જણાવ્યું કે, જમીન પર પડ્યા બાદ કોરિયન નાગરિક બેભાન થઈ ગયો. તેના મિત્રોએ તેને ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન તેણે જીવ ગુમાવ્યો. ડૉક્ટરો પ્રમાણે, ઊંચાઈ પરથી પડ્યા બાદ શૉકને કારણે મૂનને હાર્ટ અટેક આવ્યો. પોલીસે કહ્યું, "મૂન વડોદરાની યાત્રા પર આવ્યા હતા. તે અને તેના હમવતન મિત્રો વિસાટપુરામાં પોતાના કોઈક ઓળખીતાને ત્યાં આવ્યા હતા. શનિવારે સાંજે મૂન અને તેના મિત્રો પેરાગ્લાઈડિંગ કરવા માટે ગયા હતા. પેરાગ્લાઈડર બરાબર રીતે ખૂલ્યો નહીં, જેના પછી તે શખ્સ લગભગ 50 ફૂટની ઊંચાઈ પરથી પડી ગયો."
આ પણ વાંચો : Surat હેન્ડલૂમ કારખાનામાંથી મજૂરોને કાઢતાં, તેમણે કરી દીધી વેપારીની જ હત્યા
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોની પુષ્ઠિ થઈ નથી. પોલીસે જણાવ્યું કે આ સિલસિલે દુર્ઘટનાવશ મૃત્યુની એક ઘટના નોંધવામાં આવી છે. મૃતક (મૂન)ના સંબંધીઓ તેમજ મિત્રો અને કોરિયન દૂતાવાસને આ ઘટનાની સૂચના આપી દેવામાં આવી છે. મૃતદેહ દક્ષિણ કોરિયા મોકલવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.