સ્વામિનારાયણ સંપ્રદાય તો માત્ર 250 વર્ષ જૂનો છે, જાણો સાળંગપુર વિવાદમાં કયા સંતે આપ્યું આવું નિવેદન

05 September, 2023 03:27 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

સાળંગપુર મંદિરના ભીંતચિત્રોના આ વિવાદ વચ્ચે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યું કે, “સ્વામિનારાયણ સંપ્રદાયની જે પરંપરા છે તે 250 વર્ષની જ છે"

ફાઈલ તસવીર

સાળંગપુર મંદિરના ભીંતચિત્રોને કારણે મોટા પાયા પર વિવાદ વકર્યો છે. આ મુદ્દે અનેક પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જ્યારથી આ વિવાદે મોટું સ્વરૂપ લેવાનું શરૂ કર્યું છે ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો વતીથી અનેક નિવેદનો સામે આવી રહ્યા છે. હવે આ વિવાદ વચ્ચે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ તો સ્વામિનારાયણ સંપ્રદાય બાબતે જ પોતાનું નિવેદન રજૂ કર્યું  છે. તેઓએ જણાવ્યું છે કે, “સ્વામિનારાયણ સંપ્રદાયની જે પરંપરા છે તે 250 વર્ષની જ છે. આમ તો મૂળ ગ્રંથ સ્કંદપુરાણ છે.  જેનું સર્જન હજારો વર્ષો પહેલાં કરવામાં આવ્યું હતું. આ સ્કંદપુરાણ ગ્રંથમાં સ્વામિનારાયણનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.”

ઉપરાંત આવા નિવેદનો સોશિયલ મીડિયામાં સખત વાઇરલ થઇ રહ્યા છે. જો કે, આ વિવાદ મોટા પાયા પર વકરતા સૂર્યોદય પહેલાં જ હનુમાનજીના સ્ટેચ્યૂ નીચે જે વિવાદિત ભીંતચિત્રો મૂકવામાં આવ્યા હતા તેને હટાવી દેવામાં આવ્યા છે. 

જો કે, સાળંગપુર મંદિર ખાતે હનુમાનજીની મૂર્તિ નીચે જે ભીંતચિત્રો મૂકવામાં આવ્યા છે તેને લઇને છેલ્લા દસેક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે જે શમવાનું નામ લઈ રહ્યો નથી. આ વિવાદ એ હદ સુધી પહોંચી ગયો હતો કે અંતે સરકારને પણ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. 

જ્યારથી આ વિવાદ સામે આવ્યો છે ત્યારથી સતત સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સ્વામીઓના સામે આવી રહ્યા છે જેને કારણે હિન્દુ સંસ્કૃતિની લાગણીને ઠેસ પહોંચે છે એવા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. હવનમાં ઘી નાખીએ એમ સતત આવા નિવેદનોને કારણે સોશિયલ મીડિયામાં વિરોધ પણ ફાટી નીકળ્યો છે.

તાજેતરમાં જ દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું નિવેદન ચર્ચામાં છે. તેઓએ સ્કંદપુરાણને જ મૂળ ગ્રંથ ગણાવ્યો હતો. તેઓએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે આ મૂળ ગ્રંથ હજારો વર્ષ પહેલાં લખાયેલો છે. તેઓ સ્વામિનારાયણની વાત કરતાં કહે છે કે આ સ્કંદપુરાણમાં કોઈપણ ઠેકાણે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો કે, આ પછી પાછળથી કોઈએ બીજી રીતે નવા પુરાણ બતાવી જોડી દીધું હોય કે ઉમેરો કરી દીધો હોય તો એ અલગ વાત છે. આમ સ્વામી સદાનંદ સરસ્વતીએ હનુમાનજી વિશે ચાલતા વિવાદમાં એક  નવું જ પ્રકરણ ઉમેર્યું છે. 

દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે સ્કંદપુરાણ ગ્રંથ હજારો વર્ષ પહેલાં સર્જવામાં આવ્યો છે. સાથે તેઓએ એ પણ ખુલાસો કર્યો હતો કે, “સ્કંદપુરાણમાં જે જગ્યાએ નારાયણ શબ્દનો ઉપયોગ થયો છે એ ભગવાન કૃષ્ણ માટે વપરાયો છે. નારાયણ મતલબ સ્વામિનારાયણ નથી”

dwarka gujarat news social media