સમર્થ IVF દ્વારા પોરબંદરમાં ડો.પારસ મજીઠીયા અને ડો.સ્વાતિ મજીઠીયાના નેતૃત્વમાં નવા સેન્ટરનો પ્રારંભ

22 November, 2024 03:14 PM IST  |  Porbandar | Bespoke Stories Studio

હેલ્થકેર પ્રોફેશનલ્સ, કોમ્યુનિટી લીડર્સ અને સ્થાનિક રહેવાસીઓ સહિત 1000 થી વધુ હાજરીવાળી આ ઇવેન્ટમાં ફર્ટિલિટી કેરની ઉપલબ્ધતા અને વધતી માંગને અનુરૂપ સેવા પૂરી પાડવા માટે IVF સેવાઓમાં સમાજના વિશ્વાસ અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

સમર્થ IVF દ્વારા પોરબંદરમાં ડો.પારસ મજીઠીયા અને ડો.સ્વાતિ મજીઠીયાના નેતૃત્વમાં નવા સેન્ટરનો પ્રારંભ

પોરબંદર, 21 નવેમ્બર: ફર્ટિલિટી અને ફર્ટિલિટી હેલ્થકેરમાં અગ્રણી નામ સમર્થ IVF દ્વારા પોરબંદરમાં તેના નવા ફર્ટિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ડો. પારસ મજીઠીયા (MBBS, MS - O&G, ART માં ફેલો) અને ડો. સ્વાતિ મજીઠીયા (MBBS, DGO)ના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ આ કેન્દ્ર પોરબંદરના લોકોને ઘર આંગણે વિશ્વ કક્ષાની વંધ્યત્વની સારવાર પૂરી પાડશે.

એક ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પોરબંદરના ભાજપના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની સાથે વિવિધ ક્ષેત્રના અન્ય આગેવાનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય ભાઈ શ્રી વસંત બાવાના આશીર્વાદથી ઉદ્ઘાટન વધુ નોંધપાત્ર અને આધ્યાત્મિક બન્યું. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણી મહેમાનોમાં શ્રી કાંધલભાઈ જાડેજા (ધારાસભ્ય, કુતિયાણા), શ્રી બાબુભાઈ બોખીરીયા (પૂર્વ કેબીનેટ મંત્રી, ભાજપ), હિરલબા જાડેજા (લાયન્સ ગવર્નર), શ્રી ભરતભાઈ ઓડેદરા (પૂર્વ સાંસદ, કોંગ્રેસ, પોરબંદર) ડો. ચેતનાબેન તિવારી (નગરપાલિકા પ્રમુખ, પોરબંદર) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત  ડો. જીતેન વાઢેર (પ્રમુખ, IMA, પોરબંદર) ડો. હીરા ખોડિયાતર (પ્રમુખ, FOGSI, પોરબંદર), શ્રી પંકજ અગ્રવાલ (ડીઆઇજી, કોસ્ટગાર્ડ, પોરબંદર) અને પવન શિયાળ જેવા અગ્રણી મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરતાં ડૉ. પારસ મજીઠીયાએ જણાવ્યું હતું કે સમર્થ IVF યુગલોની જરૂરિયાતોને અનુરૂપ ફર્ટિલિટીની વિશ્વસનીય સારવાર પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે વંધ્યત્વની સારવારમાં નિપુણતાની સાથે સાથે સહાનુભૂતિપૂર્ણ વલણ પણ જરૂરી છે.

સમર્થ IVFના સહ-સ્થાપક ડૉ. આતિશ લઢ્ઢા, ડૉ. હર્ષલતા લઢ્ઢા અને ડૉ. કૃતિ પાથરિકરે પણ આ લૉન્ચમાં ભાગ લીધો હતો, જેમના પ્રયાસોને કારણે સંસ્થા ફર્ટિલિટી કેરના ક્ષેત્રમાં દેશભરમાં સતત સફળતાપૂર્વક વિકાસ કરી રહી છે.

હેલ્થકેર પ્રોફેશનલ્સ, કોમ્યુનિટી લીડર્સ અને સ્થાનિક રહેવાસીઓ સહિત 1000 થી વધુ હાજરીવાળી આ ઇવેન્ટમાં ફર્ટિલિટી કેરની ઉપલબ્ધતા અને વધતી માંગને અનુરૂપ સેવા પૂરી પાડવા માટે IVF સેવાઓમાં સમાજના વિશ્વાસ અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

સમર્થ IVF પોરબંદરમાં શરૂ થયેલા કેન્દ્ર સાથે ગુજરાતમાં તેના કેન્દ્રોનો ઝડપથી વિસ્તરણ કરી રહ્યું છે.  માતા-પિતા બનવાની તૈયારી કરી રહેલા યુગલો માટે આશાના કિરણ તરીકે ઊભર્યું છે કારણ કે તે તેમના ઘરઆંગણે જ વિશ્વસ્તરીય ફર્ટિલિટી સોલ્યૂશન્સ પ્રદાન કરે છે.

gujarat news gujarat porbandar health tips social media exclusive gujarati mid-day