સાળંગપુરમાં હનુમાનજી મંદિર પરિસરમાં ૮૦૦ શ્રમિકો પર સંતોએ કરી પુષ્પવર્ષા

02 May, 2024 07:47 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આ શ્રમિકો સાથે સંતોએ કેટલોક સમય વિતાવ્યો હતો અને હરિપ્રકાશ સ્વામીએ આશીર્વચન આપીને હનુમાનદાદાના પ્રસાદની સાથે દક્ષિણા આપી હતી. 

સાળંગપુરમાં શ્રમિકો પર સંતોએ પુષ્પવર્ષા કરીને તેમનું અભિવાદન કર્યું હતું.

ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં હનુમાનજીના મંદિરમાં ગઈ કાલે લેબર ડે પ્રસંગે આવકારદાયક રીતે ઉજવણી કરતાં સંતોએ ૮૦૦ જેટલા શ્રમિકો પર પુષ્પવર્ષા કરીને તેમનું 
અભિવાદન કર્યું હતું. આ રીતે સન્માન થવાથી શ્રમિકોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. સાળંગપુરમાં હાલમાં ગોપાળાનંદ યાત્રિક ભવનનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે જેમાં ચણતર અને પ્લાસ્ટર સહિતના કામમાં જોડાયેલા ૮૦૦ જેટલા શ્રમિકો તેમ જ મંદિર પરિસરમાં સફાઈનું કામ કરતા સૌ સફાઈ-કામદારોને એકઠા કરીને સંતોએ તેમના કાર્યની સરાહના કરીને તેમના પર પુષ્પવર્ષા કરી હતી. આ શ્રમિકો સાથે સંતોએ કેટલોક સમય વિતાવ્યો હતો અને હરિપ્રકાશ સ્વામીએ આશીર્વચન આપીને હનુમાનદાદાના પ્રસાદની સાથે દક્ષિણા આપી હતી. 

સાળંગપુરમાં હનુમાનજીદાદા.

gujarat news sarangpur