કોરોનાકાળમાં કર્મકાંડ ન થઈ શક્યા એટલે બ્રાહ્મણે બનાવી ગણેશજીની મૂર્તિઓ

10 September, 2021 01:14 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

હિંમતનગરના વિહાર જોષીએ બનાવી ચાર ફૂટ સુુધીની ૧૨૦ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ

ગણેશજીની ઇકો ફ્રેન્ડ્લી મૂર્તિને આખરી ઓપ આપી રહેલા હિંમતનગરના વિહાર જોષી.

કોરોનાકાળમાં કર્મકાંડનું કામ ન ચાલતાં બે પૈસા કમાવા માટે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રહેતા વિહાર જોષીએ આજીવિકા રળવા માટે માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશમૂર્તિઓ બનાવી છે. 
મૂળ કર્મકાંડનું કામ કરતા વિહાર જોષીએ તેમના પરિવારજનોની મદદથી ૧૨૦ જેટલી નાની-મોટી ઇકો ફ્રેન્ડલી ગણપતિબાપ્પાની મૂર્તિઓ બનાવી છે.

વિહાર જોષીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘ગયા વર્ષે લગ્નની સીઝનમાં કામ નહોતું અને શ્રાવણ મહિનામાં કામ સાવ ઓછું થઈ ગયું હતું. આ વર્ષે પણ લૉકડાઉન નડી ગયું એટલે આર્થિક તકલીફ ઊભી થઈ હતી. કામ મળતાં નહોતાં એટલે મેં ગણપતિદાદાની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું. મને મૂર્તિ બનાવતાં આવડે છે એટલે આ કામ મારા માટે અઘરું નહોતું. ૬ ઇંચથી લઈને ૪ ફુટની ૧૨૦ મૂર્તિઓ બનાવી છે. મૂર્તિ બનાવ્યા પછી એને કલરકામ કરવાનું અને એને શણગારવા સહિતનાં કામમાં મારાં મમ્મી–પપ્પા તેમ જ મારાં વાઇફ અને બહેન પણ મને મદદ કરી રહ્યાં છે.’

 

Gujarati news ahmedabad shailesh nayak