31 July, 2019 04:58 PM IST |
ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશને નિર્ણય લીધો છે કે, ગુજરાતમાં કોઈ પણ મેળામાં એક પણ રાઈડ્સ મુકવામાં આવશે નહી. અમદાવાદમાં રાઈડ્સ પડવાના કારણે ગુજરાત સરકાર દ્વારા રાઈડ્સને લઈને નિયમોમાં બદલાવ કર્યા હતા અને નિયમો કડક કર્યા હતા જેને લઈને એમ્યુઝમેન્ટ એસોસિએશન ગુજરાત સરકારના નિર્ણયો સામે રાઈડ્સ ધારકોએ વિરોધ દર્શાવ્યો છે. જો આ વિરોધ ચાલુ રહેશે તો ગુજરાતમાં આવનારા સમયમાં યોજાનારા મેળાઓમાં એક પણ રાઈડ રહેશે નહી.
ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશનનું માનવું છે કે, ગુજરાત સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે તે બધા જ નિયમોને અનુસરવું મુશ્કેલ છે તો સરકારના કેટલાક નવા નિયમો એવા છે જે પૂરા થઈ શકે તેમ નથી. ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રુપાણી સામે માગ કરી હતી કે, નિયમોમાં બદલાવ કરવામાં આવે. એમ્યુઝમેન્ટ એસોસિએશને નિર્ણય કર્યો છે કે, જ્યા સુધી નિર્ણય બદલવામાં નહી આવે તો આવનારા સમયમાં યોજાનારા મેળાઓમાં રાઈડ્સ મુકવામાં આવશે નહી.
આ પણ વાંચો: ડિલીવરી બોયના ધર્મના કારણે કેન્સલ થયો ઓર્ડર, ઝોમેટોએ કહ્યું ભોજનનો નથી કોઈ ધર્મ
ઉલ્લેખનીય છે કે, કેટલાક સમય પહેલા કાંકરિયામાં ડિસ્કવરી રાઈડ તૂટવાના કારણે 3 લોકોના મોત થયા હતા જ્યારે 26 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કાંકરિયમાં રાઈડ તૂટવા બાદ ગુજરાત સરકારે રાઈડ્સના નિયમો કડક કર્યા હતા. જો કે આ નિયમ સામે ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશને પણ મેળામાં રાઈડ્સ ન મુકાશે તો આવનારા સમયમાં યોજાનારા મેળાઓમાં રાઈડ્સ જોવા મળશે નહી.