02 July, 2022 09:49 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
શર્મિષ્ઠા પટેલ અને સુમિત્રા પ્રજાપતિ
સરસપુરની દેસાઈ પોળમાં રહેતાં ૭૩ વર્ષનાં શર્મિષ્ઠા પટેલ અને ૬૭ વર્ષનાં સુમિત્રા પ્રજાપતિ છેલ્લાં ૨૧ વર્ષથી રથયાત્રાના ભાવિકો માટે ચા બનાવે છે અને પીવડાવે છે.
શર્મિષ્ઠા પટેલ અને સુમિત્રા પ્રજાપતિએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અમારા સરસપુરમાં રથયાત્રા વિરામ લે છે ત્યારે ૨૦૦૧માં અખાડિયનો અમારી દેસાઈની પોળ પાસે આરામ કરતા હતા ત્યારે તેમણે અમને કહ્યું હતું કે અમને ચા પિવડાવશો? અમે એ વખતે તેમને ચા બનાવીને પીવડાવી હતી અને એ દિવસથી અમે દર રથયાત્રામાં અખાડિયનો સાથે સૌકોઈને ચા પિવડાવીએ છીએ. પહેલાં ૫૦ લિટર દૂધની ચા બનાવતા હતા આજે ૪૦૦ લિટર દૂધની ચા બનાવીએ છીએ. આ કામમાં બધાનો સાથ મળી રહે છે અને પ્રભુકૃપાથી ચા, ખાંડ, દૂધની વ્યવસ્થા થઈ જાય છે.
દેસાઈ પોળના રહેવાસીઓ ભાવિકો માટે રજવાડી ખીચડી બનાવીને પીરસે છે એની વાત ‘મિડ-ડે’ને કરતાં પોળના રહેવાસી હરેશ દસાડિયાએ કહ્યું કે ‘ભગવાન ખીચડી ખાઈને નગરયાત્રાએ નીકળે છે એટલે અમે પણ નક્કી કર્યું કે સરસપુર આવતા ભાવિકોને રજવાડી ખીચડી ખવડાવવી એટલે છેલ્લાં આઠ વર્ષથી અમે ભાવિકોને ખીચડી પીરસીએ છીએ.’