midday

દુર્લભ કેન્સર સર્જરી: અમદાવાદમાં 60 વર્ષીય દર્દીનું રોબોટિક સર્જરી દ્વારા નવું જીવન

27 February, 2025 08:19 PM IST  |  Mumbai | Bespoke Stories Studio

ડૉક્ટરોએ TURBT (ટ્રાન્સયુરેથ્રલ રિસેક્શન ઑફ બ્લેડર ટ્યુમર) નામની એન્ડોસ્કોપિક પ્રક્રિયા દ્વારા બાયોપ્સી કરી, જેનાથી કેન્સર હોવાની પુષ્ટિ થઈ. ત્યારબાદ, રેડિકલ સિસ્ટેક્ટૉમી નામની 6 કલાક લાંબી રોબોટિક સર્જરી કરવામાં આવી.
ડૉ. રોહન પટેલ – રોબોટિક સર્જન અને યુરો-ઓન્કોલોજીસ્ટ, અમદાવાદ

ડૉ. રોહન પટેલ – રોબોટિક સર્જન અને યુરો-ઓન્કોલોજીસ્ટ, અમદાવાદ

અમદાવાદ, 27 ફેબ્રુઆરી: અમદાવાદમાં 60 વર્ષીય દર્દી પર 6 કલાકની રોબોટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી, જે ઉન્નત કેન્સર સારવારમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થઈ. દર્દીને મૂત્રાશયમાં બે અલગ-અલગ પ્રકારના દુર્લભ કેન્સર— લિયોમાયોસારકોમા (Leiomyosarcoma) અને ટ્રાન્ઝિશનલ સેલ કાર્સિનોમા (TCC)— હતાં, જેનો ઈલાજ આ સર્જરી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યો.

સીનીયર યુરો-ઓન્કોલોજીસ્ટ અને અમદાવાદના જાણીતા રોબોટિક સર્જન ડૉ. રોહન પટેલ, જેઓ આ જટિલ સર્જરીના નેતા હતા, એમણે કહ્યું, "અમારી જાણકારી અનુસાર, ભારતમાં આ પહેલીવાર નોંધાયું છે કે મૂત્રાશયમાં એકસાથે બે જુદા-જુદા કેન્સરના પ્રકાર જોવા મળ્યા છે. સામાન્ય રીતે, મૂત્રાશયમાં કેન્સર યુરોથેલિયલ કેન્સરના પ્રકારના હોય છે. વિશ્વભરમાં આવા 15 કરતા પણ ઓછા કેસ નોંધાયેલા છે, જ્યાં દર્દીમાં એક સાથે બે પ્રકારના મૂત્રાશય કેન્સર વિકસતા જોવા મળ્યા હોય."

ડૉ. પટેલે વધુમાં જણાવ્યું કે લિયોમાયોસારકોમા એક અત્યંત દુર્લભ કેન્સર છે, જે 1% કરતા પણ ઓછા મૂત્રાશય કેન્સરના કેસમાં જોવા મળે છે અને મોટાભાગે તેનું ભવિષ્ય ખરાબ હોય છે.

કેવી રીતે આ કેન્સર પોહંચ્યું અને સારવાર કેવી રીતે કરવામાં આવી?

દર્દી જ્યારે પ્રથમ વખત હોસ્પિટલમાં આવ્યો ત્યારે તેને હેમેચુરિયા (મૂત્રમાં લોહી આવવું)ની સમસ્યા હતી. ત્યારબાદ CT સ્કેન દ્વારા મૂત્રાશયમાં ટ્યુમર હોવાનું સામે આવ્યું. દર્દીને અગાઉ પેટની સર્જરી થઈ હોવાને કારણે સર્જરી વધુ મુશ્કેલ બની, કેમ કે આ સ્થિતિએ આંતરડાંમાં ચિપકાવ (Adhesions) ઉત્પન્ન કર્યા હતા.

ડૉક્ટરોએ TURBT (ટ્રાન્સયુરેથ્રલ રિસેક્શન ઑફ બ્લેડર ટ્યુમર) નામની એન્ડોસ્કોપિક પ્રક્રિયા દ્વારા બાયોપ્સી કરી, જેનાથી કેન્સર હોવાની પુષ્ટિ થઈ. ત્યારબાદ, રેડિકલ સિસ્ટેક્ટૉમી નામની 6 કલાક લાંબી રોબોટિક સર્જરી કરવામાં આવી.

સર્જરી દરમિયાન

સફળ સર્જરી પછી માત્ર 7 દિવસમાં દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ

સફળ સર્જરી પછી, ડૉ. રોહન પટેલે જણાવ્યું કે, "આ અમારાં માટે એક દુર્લભ અને ચુસ્ત ધ્યાન માંગી લેતો કેસ હતો. રોબોટિક સર્જરીએ અમને વધારે ચોકસાઈ, ઓછી જટિલતાઓ અને ઝડપી રીકવરી સુનિશ્ચિત કરવામાં મદદ કરી."

સર્જરી પછી દર્દી ઝડપથી સાજો થયો અને માત્ર 7 દિવસમાં હોસ્પિટલમાંથી રજા અપાઈ.

અમદાવાદમાં રોબોટિક સર્જરીની ઉન્નતિ

આ સફળતા સાબિત કરે છે કે રોબોટિક સર્જરી દુર્લભ કેન્સરના કેસમાં અત્યંત અસરકારક છે. અમદાવાદે હવે અદ્યતન તબીબી સેવાઓ માટે પોતાનું સ્થાન બનાવ્યું છે, અને આ કેસ ભવિષ્યમાં વધુ રોબોટિક સર્જરી માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ બની શકે છે.

ડૉ. રોહન પટેલ વિશે

ડૉ. રોહન પટેલ – રોબોટિક સર્જન અને યુરો-ઓન્કોલોજીસ્ટ, અમદાવાદ

ડૉ. રોહન પટેલ અમદાવાદના પ્રખ્યાત યુરો-ઓન્કોલોજીસ્ટ અને યુરોલોજીસ્ટ છે. તેઓએ કિંગ જોર્જ મેડિકલ યુનિવર્સિટી, લખનૌમાંથી M.Ch. (યુરોલોજી) પૂર્ણ કર્યું છે. તેઓ ભારતના થોડાક પસંદગીના યુરોલોજિસ્ટ્સમાંના એક છે, જેમને યુરોલોજિકલ સોસાયટી ઑફ ઇન્ડિયા (USI) તરફથી પ્રતિષ્ઠિત યુએસએ ટ્રાવેલિંગ ફેલોશીપ પ્રાપ્ત થઈ છે.

તેમણે મણિપાલ હોસ્પિટલ, બેંગલુરુમાં રોબોટિક સર્જરી ફેલોશીપ પૂર્ણ કરી છે અને ત્યારબાદ મેદાંતા - ધ મેડિસિટી, ગુરુગ્રામ ખાતે વત્તિકુટી રોબોટિક યુરોલોજી અને રીનલ ટ્રાન્સપ્લાન્ટેશન ફેલોશીપ મેળવી છે.

તેઓ ખાસ કરીને યુરો-ઓન્કોલોજીમાં નિષ્ણાત છે અને પ્રોસ્ટેટ, કિડની અને મૂત્રાશયના જટિલ કેન્સરના ઈલાજ માટે રોબોટિક, ઓપન અને લેપેરોસ્કોપિક સર્જરી કરવામાં કુશળ છે.

સંપર્ક માહિતી

અનંતા યુરોલોજી & રોબોટિક્સ ક્લિનિક
Address: 1st ફ્લોર, 107, મર્લિન પેન્ટાગોન, ન્યુ મહાલક્ષ્મી ક્રોસ રોડ, પાલડી, અમદાવાદ, ગુજરાત - 380007
વેબસાઈટ: www.anantaurologyandroboticsclinic.com

CONTACT : +91 9016863102
Consultant Uro-oncology and Robotic Urology- અપોલો હોસ્પિટલ, અમદાવાદ

cancer ahmedabad gujarat news health tips gujarati mid-day