30 August, 2023 09:30 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
મોદીના કટઆઉટને રાખડી બાંધતી બહેનો
અમદાવાદમાં ગઈ કાલે રક્ષાબંધનના તહેવારની પૂર્વસંધ્યાએ હિન્દુ અને મુસ્લિમ સમાજની બહેનોએ શહેરના જમાલપુર વિસ્તારમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કટઆઉટ મૂકીને એના હાથ પર ત્રણ તોલા સોનાની શિવલિંગની રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.
ગુજરાત બીજેપીના લઘુમતી મોરચાના ભૂતપૂર્વ મહામંત્રી રઉફ શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શ્રાવણ માસમાં રક્ષાબંધનનો તહેવાર આવતો હોવાથી ત્રિશૂળમાં ડાયમન્ડ જડીને તેમ જ શિવલિંગમાં નંદી મૂકીને ત્રણ તોલા સોનામાંથી રૂદ્રાક્ષની રાખડી બનાવી હતી. આ રાખડીની કિંમત ૧,૮૦,૦૦૦ રૂપિયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધીને મહિલાઓ ખુશ થઈ હતી અને રક્ષાબંધનની હર્ષભેર ઉજવણી કરી હતી.’