26 October, 2023 09:45 AM IST | Rajkot | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદી
શરદપૂનમના દિવસે રાજકોટમાં એક વર્લ્ડ રેકૉર્ડ રચાવાનો છે અને એનું કનેક્શન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા રચવામાં આવેલા ‘માડી’ ગરબાની સાથે છે.
રાજકોટમાં શરદપૂનમે પીએમ મોદીના ગરબા પર એક લાખ લોકો ગરમા રમશે, જેને માટે તડામાર તૈયારી કરવામાં આવી છે. ૨૦થી વધુ સેલ્ફી પૉઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે. નોંધપાત્ર છે કે પીએમ મોદી દ્વારા રચવામાં આવેલા ગરબા પર મ્યુઝિક વિડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. અહીં ડ્રગ્સ મુક્ત રાજકોટનો સંકલ્પ પણ અપાવવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શહેર બીજેપી, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, ઇન્ક્રેડિબલ ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ બીજેપી અધ્યક્ષ સી. આર. પાટીલ તેમજ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.