26 June, 2024 07:24 AM IST | Rajkot | Gujarati Mid-day Correspondent
પીડિતોના ન્યાયની લડત માટે કૉન્ગ્રેસ દ્વારા અપાયેલા અડધા દિવસના રાજકોટ બંધના એલાનમાં રાજકોટનાં વિવિધ બજારોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો.
સૌરાષ્ટ્રના વડામથક રાજકોટમાં એક મહિના પહેલાં ટી. આર. પી. ગેમ-ઝોનમાં થયેલા અગ્નિકાંડના પીડિતોના ન્યાયની લડત માટે ગઈ કાલે ગુજરાત કૉન્ગ્રેસ દ્વારા અડધા દિવસનું રાજકોટ-બંધનું એલાન આપવામાં આવ્યું હતું એને સમર્થન આપીને વિવિધ બજારોના વેપારીઓએ તેમના બજારો સ્વયંભૂ બંધ રાખ્યાં હતાં અને બંધ પાળીને મૂક વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે વેપારીઓએ સાંજે બજારો ખોલ્યાં હતાં. રાજકોટના ગેમ-ઝોનમાં લાગેલી આગમાં ૨૭ વ્યક્તિઓ બળીને મૃત્યુ પામી હતી. આ ગોઝારી ઘટનાને ગઈ કાલે એક મહિનો થયો હતો.