શિયાળા અને ઉનાળાની વચ્ચે ગુજરાતમાં થઈ ચોમાસાની એન્ટ્રી

01 March, 2024 08:32 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યા બાદ ઉત્તર, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે અને કાલે છૂટાંછવાયાં ઝાપટાં પડવાની આગાહી

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ : ગુજરાતમાં શિયાળા અને ઉનાળાની મિક્સ મોસમમાં જાણે ચોમાસુ એન્ટ્રી કરે એવો માહોલ સર્જાયો છે અને ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં તો ગઈ કાલે સાંજે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. એટલું જ નહીં, ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર–કચ્છમાં આજે અને કાલે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  
ગુજરાતમાં ગઈ કાલે બપોર બાદ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ધવલીદોડ અને શિવારીમાળમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. વરસાદી ઝાપટાંના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને નાગલી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી હતી. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી, ગીર, સોમનાથ અને કચ્છમાં તેમ જ આવતી કાલે આ વિસ્તારો ઉપરાંત મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર અને અમરેલી જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.

gujarat news Weather Update ahmedabad