દ્વારકા નજીક ગાયને બચાવવા જતાં ખાનગી બસ ડિવાઇડર કુદાવી બે કાર સાથે અથડાઈઃ સાતનાં મૃત્યુ, ૧૬ ઘાયલ

29 September, 2024 10:24 AM IST  |  Dwarka | Gujarati Mid-day Correspondent

ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

અકસ્માત

સૌરાષ્ટ્રમાં આવેલા યાત્રાધામ દ્વારકા નજીક હોટેલ પાસે ગઈ કાલે એક ખાનગી બસ બે કાર સાથે અથડાતાં સાત લોકોનાં ઘટનાસ્થળે મૃત્યુ થયાં હતાં અને ૧૬ લોકો ઘાયલ થયા હતા. ગાયને બચાવવા જતાં બસના ડ્રાઇવરે કટ મારતાં બસ ડિવાઇડર કુદાવીને સામેથી આવતી ઇકો અને સ્વિફ્ટ કાર તથા બાઇક સાથે અથડાતાં ઇકો અને સ્વિફ્ટ કારમાં બેસેલા બે અને બસના પાંચ મુસાફરોના જગ્યા પર જ મૃત્યુ થયા હતા. ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

gujarat news gujarat dwarka road accident ahmedabad