પ્રમુખસ્વામી મહારાજે ગુરુપૂર્ણિમાએ ઠાકોરજી અને ગુરુનું પૂજન કર્યું

13 July, 2014 05:48 AM IST  | 

પ્રમુખસ્વામી મહારાજે ગુરુપૂર્ણિમાએ ઠાકોરજી અને ગુરુનું પૂજન કર્યું


સારંગપુરમાં પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં ગુરુપૂનમનો ઉત્સવ ઊજવાયો હતો, જેમાં દેશ-વિદેશમાંથી સંતો-મહંતો તેમ જ હજારો હરિભક્તો ગુરુ પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન કરવા અને તેમના આર્શીવાદ મેળવવા આવ્યા હતા. ગઈ કાલે વહેલી સવારે વૈદિક મહાપૂજાથી ઉત્સવનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ઊમટેલા હરિભક્તોને દેશકાળ સારા થાય અને વરસાદ સારો થાય એવાં આશીર્વચન પ્રમુખસ્વામી મહારાજે આપ્યાં હતાં.