25 May, 2019 12:43 PM IST | દિલ્હી
માતાના આશીર્વાદ લેવા ગુજરાત પધારશે પીએમ મોદી (ફાઇલ ફોટો)
લોકસભામાં ભવ્ય જીત બાદ વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યા છે. શાનદાર જીત બાદ વડાપ્રધાન મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે રવિવારે ગુજરાત આવશે. વડાપ્રધાન મોદીએ પોતે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. વડાપ્રધાન રવિવારે સાંજે છ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5 વાગ્યે ગુજરાત પહોંચશે અને ત્યાર બાદ તે સીધા ખાનપુર સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય જશે, ત્યાં ભાજપની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
આ બાબતે વડાપ્રધાને પોતે પોતાના ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પરથી ટ્વીટ કરીને આ બાબતની માહિતી આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે હું આવતી કાલે સાંજે માતાના આશીર્વાદ લેવા ગુજરાત જઇશ. ત્યાર બાદ પરમદિવસે સવારે, કાશી જેવી મહાન ભૂમિના લોકોએ મારા પર વિશ્વાસ દર્શાવ્યો છે તે બદ્દલ તેમનો આભાર વ્યક્ત કરવા ત્યાં પહોંચીશ.
આ પણ વાંચો : શિવસેનાએ મોદી સરકાર પાસે બે કૅબિનેટ અને એક રાજ્ય સ્તરના પદની માગણી કરી?
આ ઉજવણી બાદ વડાપ્રધાન મોદી ખાનપુર જે. પી ચોક જાહેરસભા સંબોધશે. તેના પછી તેઓ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અને માતા હીરાબાને પણ મળવા જશે. સોમવારે સવારે વડાપ્રદાન નરેન્દ્ર મોદી કાશી પહોંચશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી હંમેશા મહત્વની ઘટનાઓ બાદ કે પહેલા માતા હીરાબાને મળીને આશીર્વાદ લેવા પહોંચતા હોય છે. ત્યારે જીત બાદ અને શપથ વિધિ પહેલા માતાને મળવા પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે.