શું તમે GUJCET પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે

22 March, 2019 08:21 PM IST  |  ગાંધીનગર

શું તમે GUJCET પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે

GUJCET (File Photo)

શું તમે અત્યારે GUJCET ની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે ગુજકેટ (GUJCET) ને લઇને એક અપડેટ આવી રહ્યા છે. તા.26 એપ્રિલના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ (ગુજકેટ) ની પરીક્ષા માટે ઓનલાઇન ભરાયેલા ફોર્મમાં 24 માર્ચ રવિવાર સુધી તમે ફેરફાર કરી શકશો. મહત્વની વાત એ છે કે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ gujcet.gseb.org પર ઓનલાઇન સુધારો વધારા થઇ શકશે પરંતુ 24 માર્ચ બાદ બાદ કોઇ સુધારો થઇ શકશે નહીં.


GUJCET
ને લઇને બોર્ડે શું કહ્યું...?
GUJCET ની પરીક્ષાને લઇને ગુજરાત શિક્ષણબોર્ડમાં પરીક્ષા વિભાગના નાયબ નિયામક મહેશ મહેતાએ આ અંગે વધુ માહિતી આપતા કહ્યું હતું કે, ગુજકેટની પરીક્ષા દરમિયાન ગુજરાત બોર્ડ દ્વારા આપેલ એસ.આઇ.ડી.(સ્ટુડન્ટ આઇ.ડી.) કાર્ડ અથવા કોઇ પણ એક ફોટો આઇ ડી પ્રૂફ સાથે લાવવાનું રહેશે. જ્યારે અન્ય બોર્ડના વિદ્યાર્થીઓએ કોઇ પણ એક ફોટો આઇ.ડી.પ્રૂફ અથવા ધોરણ 12ની મુખ્ય પરીક્ષાનું એડમિટ કાર્ડ સાથે લાવવાનું ફરજીયાત રહેશે.

આ પણ વાંચો : લોકસભા ચુંટણીની જાહેરાત થતાં GUJCET પરીક્ષાની ત્રીજીવાર તારીખ બદલાશે

આ વખતે ત્રણવાર GUJCET પરીક્ષાની તારીખ બદલાઇ
મહત્વની વાત એ છે કે આ વખતે ગુજકેટના ઇતિહાસમાં પહેલીવાર એવુ થયું કે ગુજકેટ પરીક્ષાની તારીખ ત્રણવાર જાહેર કરવામાં આ અને ત્રણવાર તે તારીક્ષ બદલાઇ ગઇ. સૌથી પહેલા 30 માર્ચના રોજ ગુજરેટની પરીક્ષા લેવાની હતી. પરંતુ તેની તારીખોમાં ફેરફાર કરીને નવી તારીખ જાહેર કરવામાં આવી. આમ બીજી નવી તારીખ 23 એપ્રિલ કરવામાં આવી હતી. પરંતુ લોકસભા ચુંટણીની તારીખો જાહેર થઇ અને તેમાં ગુજરાતમાં ચુંટણીને લઇને મતદાનની તારીખ 23 એપ્રિલના રોજ આવતા ફરીજી ગુજકેટની પરીક્ષા જાહેર કરવામાં આવી હતી. આમ હવે ફાઇનલી 26 એપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષા જાહેર કરવામાં આવી છે.

gujarat