ગુજરાતમાં આજથી આંશિક ઘટાડા સાથે નવા જંત્રી દર લાગુ થશે

15 April, 2023 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં આજથી આંશિક ઘટાડા સાથે નવા જંત્રી દર લાગુ થશે. સરકારી કચેરીઓમાં મિલકતોની નોંધણી માટે છેલ્લી ઘડી સુધી દોડધામ રહી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ ઃ ગુજરાતમાં આજથી આંશિક ઘટાડા સાથે નવા જંત્રી દર લાગુ થશે. સરકારી કચેરીઓમાં મિલકતોની નોંધણી માટે છેલ્લી ઘડી સુધી દોડધામ રહી હતી. ગુજરાતમાં જમીન અને સ્થાવર મિલકતોના જંત્રી ૨૦૧૧ના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરીને એનો અમલ આજથી શરૂ કરવામાં આવશે. જોકે ગુજરાત સરકારે અગાઉ જાહેર કરેલા જંત્રી દરમાં આંશિક ઘટાડો કર્યો છે. ખેતી તથા બિનખેતીના જમીનના દર બે ગણા યથાવત્ રાખવાનું, જ્યારે જમીન અને બાંધકામના સંયુક્ત દરમાં રહેણાકના દર બે ગણાને બદલે ૧.૮ ગણા કરવાનું, ઑફિસના ભાવ બે ગણાને બદલે ૧.૫ ગણા કરવાનું તથા દુકાનના ભાવ બે ગણા યથાવત્ રાખવાનું ઠરાવવામાં આવ્યું છે. 

gujarat news ahmedabad