08 January, 2025 11:04 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
બુલેટ ટ્રેન માટે દક્ષિણ ગુજરાતમાં વધુ એક બ્રિજ બનીને તૈયાર
મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી ભારતની પહેલી બુલેટ ટ્રેન માટે દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતા નૅશનલ હાઇવે પર વધુ એક બ્રિજ બનીને તૈયાર થયો છે જે બુલેટ ટ્રેન માટે દક્ષિણ ગુજરાતમાં નૅશનલ હાઇવે ૪૮ પરનો ત્રીજો બ્રિજ બન્યો છે.
ગુજરાતના વલસાડ જિલ્લાના પંચલાઇ નજીકના વાઘલધરા ગામમાં નૅશનલ હાઇવે ૪૮ને પાર કરવા માટે ૨૧૦ મીટર લાંબા પુલનું બાંધકામ પૂરું થયું છે. આ પુલમાં ૭૨ પ્રીકાસ્ટ સેગમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. વાઘલધરા પાસેનો આ નવનિર્મિત પુલ વાપી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે બન્યો છે. ઉલ્લેખનીય છે કે સુરત અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે નવસારી જિલ્લામાં ૨૧૦ મીટરનો એક બ્રિજ અને બીજો ૨૬૦ મીટરનો બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. આ બન્ને બ્રિજ પણ નૅશનલ હાઇવે ૪૮ પર બન્યા છે અને હવે વાપી અને બીલીમોરા વચ્ચે ૨૧૦ મીટરનો વધુ એક બ્રિજ બન્યો છે.