Mumbai-Ahmedabad રેલવે રૂટ પર થશે મેટલ ફેંસિંગ, આ કારણે લેવાયું પગલું

30 January, 2023 05:03 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ પોતાની સેવાથી વધારે ઢોરોના અથડાવાને લઈને ચર્ચિત રહી. ત્રણ વાર ઢોર અથડાવાની ઘટના થઈ, તો રેલવેએ પણ સુરક્ષા દીવાલ બનાવવાનો નિર્ણય લીધો.

ફાઈલ તસવીર

પશ્ચિમ રેલવે (Western Railway) મુંબઈ-અમદાવાદ રેલવે રૂટ પર મેટલ ફેંસિંગ કરશે. ટ્રેક પર ઢોરના આવવા-જવાની ઘટનાઓને અટકાવવા માટે આમ કરવામાં આવી રહ્યું છે. આ માટે 620 કિમીથી વધારેના રૂટનું કામ સેંક્શન પણ થઈ ચૂક્યું છે, બધા ટેન્ડર એવૉર્ડ કરવામાં આવી ચૂક્યા છે. આ કામ માટે લગભગ 245.26 કરોડ રૂપિયા ખર્ચ થશે. પશ્ચિમ રેલવે પ્રમાણે, મે 2023 સુધી કામ પૂરું કરી લેવામાં આવશે. ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત (Vande Bharat) એક્સપ્રેસ પોતાની સેવાથી વધારે ઢોરોના અથડાવાને લઈને ચર્ચિત રહી. ત્રણ વાર ઢોર અથડાવાની ઘટના થઈ, તો રેલવેએ પણ સુરક્ષા દીવાલ બનાવવાનો નિર્ણય લીધો.

મુંબઈથી અમદાવાદ સુધી 400 કિમી રનિંગ રૂટ પર ફેંસિંગ બનાવવામાં આવશે. સામાન્ય રીતે હાઈવે પર દેખાનારી સ્ટીલ જેવી આ ફેન્સિંગ હશે અને આને બન્ને બાજુ એમ 800 કિમીના અંતર માટે બનાવવામાં આવશે

બન્ને બાજુ બનશે સુરક્ષા દીવાલ
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર પ્રમાણે, ટ્રેકથી સાડા પાંચ મીટરનું અંતર રાખીને બન્ને બાજુ સુરક્ષા દીવાલ બનાવવામાં આવશે. આને જમીનથી દોઢ મીટર ઊંચી રાખવામાં આવશે. આને W બીમ ગાર્ડ રેલ કહેવામાં આવે છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે હાઈવેની બન્ને બાજુ થાય છે. સામાન્ય રીતે પાટા પર ઢોરના આવવાની ઘટના થતી રહે છે, પણ ટ્રેનોના લોકો (પારંપરિક એન્જિન)થી અથડાવાને લઈને ઢોર આસ-પાસ નીકળી જાય છે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ આવશે મુંબઈ, જાણો વિગતો

વંદે ભરત એક્સપ્રેસમાં પારંપરિક એન્જિનને બદલે લોકલ ટ્રેનની જેમ મોટર કેબિન હોય છે અને ટ્રેનને હળવી બનાવી રાખવા માટે ફ્રન્ટ પર સામાન્ય ગાર્ડ લાગેલું છે. તાજેતરની ઘટનાઓમાં આ જ ગાર્ડ (નૉઝ) વારંવાર તૂટ્યું અને ટ્રેન થોભાવવી પડી.

gujarat Mumbai mumbai news ahmedabad vande bharat national news