ભારતના ઈતિહાસમાં સૌથી સફળ PM છે નરેન્દ્ર મોદી - મુકેશ અંબાણી

10 January, 2024 02:07 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

મુકેશ અંબાણીએ પીએમ નરેન્દ્ર મોદીને દેશના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી સફળ પીએમ જણાવ્યા છે. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી જે કહે છે, તેને આખું વિશ્વ સાંભળે છે. તે ગ્લોબલ લીડર છે.

મુકેશ અંબાણી (ફાઈલ તસવીર)

મુકેશ અંબાણીએ પીએમ નરેન્દ્ર મોદીને દેશના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી સફળ પીએમ જણાવ્યા છે. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી જે કહે છે, તેને આખું વિશ્વ સાંભળે છે. તે ગ્લોબલ લીડર છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચૅરમેન મુકેશ અંબાણીએ પીએમ નરેન્દ્ર મોદીના જબરજસ્ત વખાણ કર્યા. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં બોલતા અંબાણીએ કહ્યું કે તે ભારતના ઇતિહાસના સૌથી સફળ વડાપ્રધાન છે. તેમણે કહ્યું કે પીએમ મોદી જ્યારે બોલે છે ત્યારે આખું વિશ્વ સાંભળે છે. તેમણે પોતાના મુંબઈથી ગુજરાત આવવાને લઈને કહ્યું કે, "હું ભારતની ગેટવે સિટીથી આધુનિક ભારતના ગ્રોથના ગેટવે એટલે કે ગુજરાત આવ્યો છું. મને ગુજરાતી હોવાનો ગર્વ છે. વિદેશના લોકો જ્યારે નવા ભારતની વાત વિશે વિચારે છે તો તે નવા ગુજરાત વિશે પણ વિચારે છે. આખરે આ પરિવર્તન કેવી રીતે આવ્યું છે? આ એક નેતાને કારણે થયું, જે વિશ્વના મહાન નેતા તરીકે જાણીતા થયા છે."

તેમણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનના પણ વખાણ કર્યા. મુકેશ અંબાણીએ કહ્યું કે છેલ્લા 20 વર્ષોથી આ આયોજન ચાલી રહ્યું છે. એવા કોઈપણ આયોજન નથી, જે આટલા નિરંતર થતા હોય. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ તો સતત મક્કમ અને મજબૂત થઈ રહી છે. આ પીએમ મોદી વિઝનની દેણ છે. જણાવવાનું કે ગુજરાતના ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ચાલી રહી છે. આમાં પીએમ નરેન્દ્ર મોદી  પણ પહોંચ્યા છે. આ સિવાય અનેક દેશોના નેતા અને બિઝનેસ લીડર્સ પણ આમાં હાજરી આપી રહ્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન નરેન્દ્ર મોદીના રાજ્યના સીએમ હોવા દરમિયાન શરૂ થયું હતું અને ત્યારથી સતત ચાલી રહી છે.

એટલું જ  નહીં ગુજરાતની જેમ જ યૂપી, ઉત્તરાખંડ સહિત દેશના અનેક રાજ્યોમાં ઈન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન થાય છે. મુકેશ અંબાણીએ સમિટમાં પોતાના ગુજરાતી કનેક્શનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે મને ગુજરાતી હોવાનો ગર્વ છે અને રિલાયન્સ હંમેશાં એક ગુજરાતી કંપની રહેશે. તેમણે પીએમના વખાણ કરતાં કહ્યું કે હવે તો આખું વિશ્વ કહે છે, `મોદી હૈ તો મુનકિન છે.` અંબાણીએ કહ્યું કે રિલાયન્સે છેલ્લા 10 વર્ષોમાં દેશમાં 12 લાખ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે અને આમાંથી એક તૃતિયાંશ રકમ માત્ર ગુજરાતમાંથી લગાડવામાં આવી છે.

નોંધનીય છે કે નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ ગ્લોબલ ટ્રેડ શોમાં ઇન્ટર્નલ પૅવિલિયન, ઈ-મોબોલિટી, આત્મનિર્ભર ગુજરાત, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન ટેકએડ સહિત વિવિધ પૅવિલિયનોની મુલાકાત કરીને નરેન્દ્ર મોદીએ એક્ઝિબિટર્સ સાથે સંવાદ કરી માહિતી મેળવી હતી. આ ટ્રેડ શોમાં ઑસ્ટ્રેલિયા, તાન્ઝાનિયા, મોરક્કો સહિતના ૨૦ દેશોએ પોતાના દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરી છે. આ ટ્રેડ શોમાં વિઝિટિંગ તરીકે ૧૦૦ દેશો, જ્યારે પાર્ટનર તરીકે ૩૪ દેશો ભાગ લઈ રહ્યા છે. કુલ ૧૩ હૉલમાં મેઇક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ભારત સહિતની વિવિધ ૧૩ થીમ નક્કી કરાઈ છે. આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના રાષ્ટ્રપતિઓ, ઉદ્યોગપતિઓ, મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. વાઇબ્રન્ટ ગુજરાતમાં સહભાગી થવા માટે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ગઈ કાલે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. ઍરપોર્ટ ખાતે નરેન્દ્ર મોદીએ તેમને ભેટીને ઉષ્માભેર આવકાર આપ્યો હતો. ઍરપોર્ટ ખાતે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિના તાલ સાથે અને ગરબાની રમઝટ સાથે મહાનુભાવોને આવકાર્યા હતા. બન્ને નેતાઓએ ઍરપોર્ટથી રોડ શો યોજ્યો હતો.

mukesh ambani reliance narendra modi gujarat news gujarat national news