16 January, 2025 12:58 PM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
મોરારીબાપુ
સૌરાષ્ટ્રમાં મહુવા તાલુકામાં આવેલા તલગાજરડા ખાતે ગઈ કાલે ગુજરાતના ૩૪ નિષ્ઠાવાન શિક્ષકોને મોરારીબાપુએ શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકનો ચિત્રકૂટ અવોર્ડ આપીને નવાજ્યા હતા. ચિત્રકૂટ અવૉર્ડ મેળવનાર શિક્ષકો માટે આ યાદગાર ક્ષણો બની રહી હતી. મોરારીબાપુએ શિક્ષકોને અભિનંદન પાઠવીને સૌને આશીર્વચન આપ્યાં હતાં. ગુજરાતના જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા શિક્ષકોને અવૉર્ડની સાથે ૨૫,૦૦૦ રૂપિયાનો રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર, સૂત્રમાલા અને શાલ અર્પણ કરવામાં આવ્યાં હતાં. છેલ્લાં પચીસ વર્ષથી મોરારીબાપુ શિક્ષકોને અવૉર્ડ આપી તેમનું સન્માન કરે છે. આ કાર્યક્રમમાં સીતારામબાપુ, કલાકાર સરિતા જોષી, લોકસાહિત્યકાર માયાભાઈ આહીર, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ મનુભાઈ શિયાળ સહિતના આગેવાનો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.