16 March, 2023 11:27 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થતાં માઈભક્તોમાં આનંદ
અમદાવાદ : ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ગઈ કાલથી મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થતાં માઈભક્તોમાં આનંદ છવાયો છે. છેલ્લા ૧૨-૧૩ દિવસથી અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદનું વિતરણ બંધ થયું હતું. જોકે આ મુદ્દે લોકોનો વિરોધ વધતાં આખરે ગુજરાત સરકારે મંદિરમાં મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાને લીલી ઝંડી આપી હતી. ગઈ કાલે સોનાના થાળમાં અંબે માતાજીને રાજભોગનો મોહનથાળ ધરાવીને ભાવિકોને પ્રસાદ આપવાનો શરૂ કરાયો હતો. દાંતાનો રાજવી પરિવાર મોહનથાળનો પ્રસાદ અને ધ્વજા લઈને અંબાજીના નગરજનો સાથે મંદિરમાં વાજતેગાજતે આવ્યો હતો અને મોહનથાળના પ્રસાદનું વિતરણ કર્યું હતું.