મહાત્મા ગાંધીનાં પ્રપૌત્રી નીલમ પરીખનું અવસાન, નવસારીમાં થશે અંતિમ સંસ્કાર

02 April, 2025 02:49 PM IST  |  Navsari | Gujarati Mid-day Correspondent

મહાત્મા ગાંધીનાં પ્રપૌત્રી નીલમબહેન યોગેન્દ્રભાઈ પરીખનું ૧ એપ્રિલે નવસારી ખાતે ૯૩ વર્ષની વયે નિધન થયું હતું. નીલમબહેન મહાત્મા ગાંધીના પુત્ર હરિદાસ ગાંધીનાં પૌત્રી હતાં.

નીલમબહેન યોગેન્દ્રભાઈ પરીખ

મહાત્મા ગાંધીનાં પ્રપૌત્રી નીલમબહેન યોગેન્દ્રભાઈ પરીખનું ૧ એપ્રિલે નવસારી ખાતે ૯૩ વર્ષની વયે નિધન થયું હતું. નીલમબહેન મહાત્મા ગાંધીના પુત્ર હરિદાસ ગાંધીનાં પૌત્રી હતાં. નીલમબહેન નવસારીમાં અલકા સોસાયટીમાં રહેતાં હતાં. આજે તેમના પુત્ર ડૉ. સમીર પરીખના ઘરેથી અંતિમ યાત્રા નીકળશે. તેમના અંતિમ સંસ્કાર વેરાવળ સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે.

તેઓ સાચાં ગાંધીવાદી હતાં અને તેમણે પોતાનું જીવન માનવકલ્યાણમાં વિતાવ્યું હતું. સમગ્ર જીવન દરમ્યાન તેમણે મહિલાકલ્યાણ અને માનવકલ્યાણનાં કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું હતું.  

mahatma gandhi gujarat navsari gujarat news news