29 May, 2023 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર(Maharashtra)ના બુલઢાણા (Buldhana Accident)જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર સોમવારે સવારે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં એક કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને આ દરમિયાન તેમાં આગ લાગી હતી. કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા.
આ અકસ્માત સમૃદ્ધિ એક્સપ્રેસ વેના દેઉલગાંવ કોલ ગામ પાસે થયો
બીબી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટના સવારે લગભગ 5 વાગે સમૃદ્ધિ એક્સપ્રેસ વેના દેઉલગાંવ કોલ ગામ પાસે બની હતી. તેમણે કહ્યું કે કારમાં ત્રણ લોકો મુસાફરી કરી રહ્યા હતા જ્યારે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં એક વ્યક્તિ વાહનમાંથી નીચે પડી ગઈ હતી.
સળગી જવાને કારણે બે લોકોના મોત
અધિકારીએ જણાવ્યું કે આ પછી કારમાં આગ લાગી હતી, જેમાં કારમાં બેઠેલા બે લોકો દાઝી ગયા હતા. વાહનમાંથી પડી ગયેલા અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી મુજબ કાર ડીઝલ કેન લઈને જઈ રહી હતી. જેના કારણે તેમાં આગ લાગી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં બાગેશ્વર બાબા, કહ્યું- `હિન્દુસ્તાન જ નહીં પાકિસ્તાનને પણ બનાવીશું હિન્દુ રાષ્ટ્ર્ર`
સમૃદ્ધિ એક્સપ્રેસ વે શરૂ થયા બાદ 39 લોકોના મોત
નોંધનીય છે કે બુધવારે ઔરંગાબાદ જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર એક મલ્ટી યુટિલિટી વ્હીકલ (MUV) ડિવાઈડર સાથે અથડાતા ચાર લોકોના મોત થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2022માં મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવે શરૂ થયા બાદથી આ વર્ષના એપ્રિલના અંત સુધી અકસ્માતોમાં કુલ 39 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 143 લોકો ઘાયલ થયા છે.