BJPને પાટણ, આણંદ અને ભરૂચમાં ૧ લાખની લીડ પણ ન મળી

06 June, 2024 02:55 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

પાટણ બેઠક ૩૧,૮૭૬ મતોની લીડથી, આણંદ બેઠક ૮૯,૯૩૯ મતોથી અને ભરૂચ બેઠક ૮૫,૬૯૬ મતોથી BJPના ઉમેદવારોએ જીતી છે

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતની તમામ લોકસભાની બેઠકો પાંચ લાખની લીડથી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ લક્ષ્યાંક આપ્યો હતો; પરંતુ BJPએ પાટણ, આણંદ અને ભરૂચની બેઠક ૯૦,૦૦૦ કરતાં ઓછી લીડથી જીતી છે. પાટણ બેઠક ૩૧,૮૭૬ મતોની લીડથી, આણંદ બેઠક ૮૯,૯૩૯ મતોથી અને ભરૂચ બેઠક ૮૫,૬૯૬ મતોથી BJPના ઉમેદવારોએ જીતી છે.

બે બેઠકો પર એકથી બે લાખ વચ્ચેના મતોની લીડ, ૬ બેઠકો પર બેથી ૩ લાખ વચ્ચેના મતોની લીડ, ૬ બેઠક પર ત્રણથી ૪ લાખ વચ્ચેના મતોની લીડ, ૩ બેઠકો પર ચારથી પાંચ લાખ વચ્ચેના મતોની લીડ, બે બેઠકો પર પાંચથી ૬ લાખ વચ્ચેના મતોની લીડ અને બે બેઠકો પર ૭ લાખથી વધુ મતોની લીડથી BJPના ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો.

ક્યાં કેટલી લીડ?

સાબરકાંઠા ૧,૫૫,૬૮૨

જૂનાગઢ    ૧,૩૫,૪૯૪

કચ્છ ૨,૬૮,૭૮૨

અમદાવાદ-વેસ્ટ ૨,૮૬,૪૩૭

સુરેન્દ્રનગર ૨,૬૧,૬૧૭

જામનગર ૨,૩૮,૦૦૮

બારડોલી ૨,૩૦,૨૫૩

વલસાડ ૨,૧૦,૭૦૪

મહેસાણા ૩,૨૮,૦૪૬

પોરબંદર ૩,૮૩,૩૬૦

અમરેલી ૩,૨૧,૦૬૮

ખેડા૩,૫૭,૭૫૮

દાહોદ ૩,૩૩,૬૭૭

છોટાઉદેપુર૩,૯૮,૭૭૭

અમદાવાદ-ઈસ્ટ૪,૬૧,૭૫૫

રાજકોટ૪,૮૪,૨૬૦

ભાવનગર૪,૫૫,૨૮૯

પંચમહાલ૫,૦૯,૩૪૨

વડોદરા ૫,૮૨,૧૨૬

નવસારી ૭,૭૩,૫૫૧

ગાંધીનગર ૭,૪૪,૭૧૬

 

નોંધ : સુરતમાં BJPનો બિનહરીફ વિજય થયો હતો

Lok Sabha Election 2024 gujarat gujarat news bharatiya janata party anand bharuch