21 September, 2024 12:20 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સૂરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સૂરત નજીકના કીમ રેલ્વે સ્ટેશન પર બદમાશોએ એક કાવતરું (Kim Railway Station Mishap) ઘડ્યું હોવાનું સામે આવ્યું છે.
ટ્રેનને પાટા પરથી પલટાવી દેવાનું કાવતરું
અહીં રેલ્વે ટ્રેક સાથે બદમાશોએ ચેડા (Kim Railway Station Mishap) કર્યા હોવાનું સામે આવ્યું છે. અહીં શનિવારે ટ્રેનને પાટા પરથી પલટાવી દેવાનું કાવતરું કર્યું હતું. તમને જણાવી દઈએ કે વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝનને ટાંકીને જે અહેવાલ સામે આવ્યા છે તે એ મુજબ છે કે અજાણ્યા કાવતરાખોરોએ યુપી લાઇનના રેલવે ટ્રેક પર ફિશપ્લેટ અને કેટલીક ચાવીઓ કાઢી નાખી દીધી હતી. સૂરત નજીકના કીમ રેલવે સ્ટેશન નજીક આ ચાવીઓને ખોલીને ત્યાં જ ફરી ટ્રેક પર મૂકી દઈને ટ્રેનને ઊથલાવી દેવાનું કાવતરું કર્યું હતું.
સુરતના કોસંબા અને કીમ રેલ્વે સ્ટેશન વચ્ચે બનેલી આ ઘટનામાં તપાસ દરમિયાન કીમેન સુભાષ કુમારને ટ્રેકની ફિશ પ્લેટ કાઢીને અસ્તવ્યસ્ત રીતે ફેંકી દેવામાં આવેલી ચાવીઓ મળી હતી. સુભાષ કુમારે આ જાણ્યા બાદ તરત જ કંટ્રોલ રૂમને આ વિશે જાં ક્લરી હતી અને ટ્રેનોની અવરજવર બંધ કરાવી દીધી હતી. કોઈ જ દુર્ઘટના ન બને એ હેતુસર ટ્રેક પરથી આ ચાવીઓ કાઢી દેવામાં આવી હતી.
ગરીબ રથ ટ્રેનને અટકાવી દેવામાં આવી, મોટી દુર્ઘટના ટળી
તમને જણાવી દઈએ કે સવારના સુમારે 5.27 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના (Kim Railway Station Mishap)માં ગરીબ રથ ટ્રેન બાંદ્રા ટર્મિનસ તરફ આવી રહી હતી. પરંતુ ટ્રેક પર ફિશપ્લેટ કાઢીને ચાવીઓ ફેંકેલી જોવા મળતા જ ટ્રેનને અધવચ્ચે રોકી દેવામાં આવી હતી.
ક્યારેક સિમેન્ટના બ્લોક તો ક્યારેક સિલેન્ડર...
આવી ઘટના પહેલીવાર બની એવું નથી, આ પહેલા પણ પેસેન્જર અને માલગાડીઓ પાટા પરથી પલટાવી દેવાના કાવતરા સામે આવ્યા છે. આ પ્રકારના કાવતરા બાદ રેલ્વેની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી રેલ્વેના પાટા સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. થોડાક સમય અગાઉ કાનપુરમાં રેલવે ટ્રેક પર સિમેન્ટનો સ્લેબ નાખવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રેક બ્લોક થઈ ગયો હતો.
ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના આઠ સ્ટેશનનું ખાતમુહૂર્ત થયું
Kim Railway Station Mishap: આ સાથે જ તમને જણાવી દઈએ કે 19 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે આઠ સ્ટેશનોના ખાતમુહૂર્તનું કામ સુપેરે પાર પડ્યું હતું. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રમોદ શર્માએ આ વિશે જણાવ્યું હતું કે, “બુલેટ ટ્રેન ટેક્નોલોજી ભારતમાં આવી છે અને આપણે `મેક ઇન ઇન્ડિયા` પહેલ દ્વારા આગળ વધી રહ્યા છીએ” તેઓએ આગળ વાત કરતાં કહ્યું હતું કે, “બુલેટ ટ્રેન ટેક્નોલોજી ભારતમાં આવી ગઈ છે... અમે `મેક ઈન ઈન્ડિયા` પહેલ દ્વારા આગળ વધી રહ્યા છીએ”