06 June, 2021 02:25 PM IST | Rajpipla | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
વડાપ્રધાન મોદીએ પર્યાવરણ દિવસે (Environment Day 2021) ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયાને એક નવી ભેટ આપવાની જાહેરાત કરી છે. કેવડિયા હવે દેશનું પ્રથમ ઇલેક્ટ્રીક વેહિકલ શહેર બનશે અને ભવિષ્યમાં અહીં માત્ર બેટરી આધારિત કાર, બસ અને બાઇક જ ચાલશે. પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી હતી. ગુજરાતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને (Statue of Unity) કારણે આખા વિશ્વમાં કેવડિયાને કેવડિયાની ખ્યાતી ફેલાઇ છે. આસપાસના વિસ્તારમાં જંગલો અને હરયાળી છે અને આ કારણે પણ લોકોને અહીં મુલાકાત લેવાનું ગમે છે. તેની સુંદરતા અકબંધ રહે અને પ્રદુષણ કે વધુ પડતા વાહનોને કારણે તેને નુકસાન ન થાય તે હેતુથી કેવડિયાને દેશનું સૌથી પહેલું ઇલેક્ટ્રીક વ્હીકલ શહેર (Electric Vehicle city) બનશે અને ભવિષ્યમાં અહીં માત્ર બેટરી આધારિત કાર, બસ અને બાઇક જ ચાલશે. પીએમ મોદીએ વિશ્વ પર્યાવરણ દિને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારને નો પોલ્યુશન ઝોન જાહેર કર્યો. કેવડિયામાં ઈ-વ્હિકલ યોજનાની પ્રેરણા યુરોપના દેશોમાંથી મળી છે.
આ વર્ચ્યુઅલ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે,"ગુજરાતના સુંદર શહેર કેવડિયામાં આગામી દિવસોમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને ફક્ત બેટરી આધારિત વાહનોને જ પ્રાથમિકતા અપાશે. કેવડિયા ગુજરાતનું એ શહેર છે, જ્યાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કારણે પ્રવાસનને ઘણો વેગ મળ્યો છે. આ જાહેરાત પહેલા જ વડાપ્રધાન મોદીએ વર્ષ 2019માં કેન્દ્ર સરકાર તરફથી કેવિડયામાં ફક્ત ઈલેક્ટ્રોનિક વાહનોને પ્રાથમિકતા આપવાનું નક્કી કરી લીધું હતું. આ મુદ્દે નેશનલ ટુરિઝમ એડવાઈઝરી કાઉન્સિલ (એનટીએસી)ના પૂર્વ ચેરમેન અને પૂર્વ પ્રવાસન મંત્રી કે. જે. અલફોન્સે કહ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘણો વધારો થશે."
કેવડિયામાં ઈલેક્ટ્રિક બસ સહિતના વાહનો ફરજિયાત થઈ રહ્યા છે. આ પહેલાં પ્રવાસીઓ માટે 80 બસ દોડાવાતી હતી. તેના માટે બસ સ્ટેન્ડ પણ બનાવાયા હતા. હવે ત્યાં ઈ-બસો પાર્ક કરાશે.અહીં ઈ-વ્હિકલ જેવા કે બસ, કાર, રિક્ષા વગેરે દોડશે. તેમાં પણ સ્થાનિક આદિવાસીઓને જ યોગ્ય તાલીમ આપીને રોજગારીની તક અપાશે. જે સ્થાનિકોને આદર્શ ગામમાં શિફ્ટ કરાયા છે.