25 June, 2021 01:33 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
ગુજરાતમાં ૧૦૦ વર્ષ કરતાં વધુ વર્ષોથી અમદાવાદમાંથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા મહોત્સવના શુભારંભ સમી જળયાત્રા ગઈ કાલે જગન્નાથજી મંદિરથી કોરોનાની ગાઇડલાઇન સાથે રંગેચંગે યોજાઈ હતી.
જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી સાથે મામાના ઘરે મોસાળ સરસપુરમાં ગયા છે.
ગઈ કાલના પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સહિત સંતો અને આગેવાનો ઉપસ્થિત હતા. સાબરમતી નદીમાંથી ઘડામાં જળ ભરી લાવીને ષોડ્સોપચાર પૂજન વિધિ કરીને જળાભિષેક કરવામાં આવ્યો હતો.
આ વર્ષે કોરોનાની સ્થિતિનો તાગ મેળવી રથયાત્રાના આયોજનનો નિર્ણય હાથ ધરવામાં આવશે એમ નીતિન પટેલે જણાવ્યું હતું.
આ વર્ષે કોરોનાને લઈને મંદિરમાં ૧૫ દિવસ ભજનમંડળીઓનાં ભજન નહીં યોજાય.