Indian Railways: ગુજરાત જતી સ્પેશિયલ ટ્રેનમાં 90 મુસાફરોને અચાનક થયા ઝાડા-ઊલટી, રોકવી પડી ગાડી

29 November, 2023 08:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય રેલવેમાં પીરસવામાં આવતા ફૂડને લઈને અવારનવાર અનેક ફરિયાદો સામે આવે છે. હવે સામે આવ્યું છ કે ચેન્નાઈથી ગુજરાત જતી સ્પેશિયલ ટ્રેનમાં એક સાથે 90 લોકોને ફૂડ પોઈઝનિંગના થયું હતું

ટ્રેનની પ્રતીકાત્મક તસવીર

ટ્રેનની પેન્ટ્રીમાં વાંદા અથવા ઉંદર ફરતા હોય તેવા અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી વાર જોવા મળે છે. ભારતીય રેલવે (Indian Railways)માં પીરસવામાં આવતા ફૂડને લઈને અવારનવાર અનેક ફરિયાદો સામે આવે છે. દરમિયાન, સમાચાર સામે આવ્યા છે કે ચેન્નાઈથી ગુજરાત જતી સ્પેશિયલ ટ્રેનમાં એક સાથે 90 લોકોને ફૂડ પોઈઝનિંગના થયું હતું.

સમાચાર એજન્સી પીટીઆઈએ એક અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે, ભોજન રેલવે પેસેન્જર ગ્રુપ દ્વારા ખાનગી રીતે ખરીદવામાં આવ્યું હતું અને રેલવે અથવા ઈન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટુરિઝમ કૉર્પોરેશન (IRCTC) દ્વારા સપ્લાય કરવામાં આવ્યું ન હતું. તેમણે કહ્યું કે, મુસાફરોએ જે ભોજન લીધું તે પેન્ટ્રી કારમાં બનાવવામાં આવ્યું નહતું. બુધવારે (29 નવેમ્બર) સોલાપુર અને પુણે વચ્ચે એક કોચમાં લગભગ 80થી 90 મુસાફરોએ ફૂડ પોઇઝનિંગની ફરિયાદ કરી હતી.

તબીબી સહાય પછી ટ્રેન ગંતવ્ય સ્થાન તરફ રવાના

અધિકારીએ કહ્યું કે, તેમને ઉબકા, ઝાડા અને માથાનો દુખાવો જેવી ફરિયાદ હતી. તેમણે કહ્યું કે, પુણે સ્ટેશન પર ડૉક્ટરોની ટીમે તમામ મુસાફરોની સંભાળ લીધી અને તેમને સારવાર આપી હતી. લગભગ 50 મિનિટ બાદ, ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ રવાના કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે તમામ મુસાફરોની હાલત સ્થિર છે.

ધાર્મિક કાર્યક્રમ માટે વિશેષ ટ્રેન બુક કરવામાં આવી હતી

જણાવવામાં આવ્યું હતું કે, આ સ્પેશિયલ ટ્રેન ચેન્નાઈથી ગુજરાત જઈ રહી હતી. મુસાફરોની તબિયત અચાનક બગડવાના કારણે ટ્રેનને 29 નવેમ્બરે પુણે સ્ટેશન પર રોકવી પડી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, ગુજરાતના પાલિતાણામાં યોજાનાર ધાર્મિક કાર્યક્રમ માટે ભારત ગૌરવ ટ્રેન ખાસ બુક કરવામાં આવી હતી.

રેલવે મંત્રાલય ખાનગી કંપની સામે કાર્યવાહી કરશે

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, રેલવે મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, એક ખાનગી કંપની કેટરિંગ સેવા ચલાવી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે મંત્રાલય કંપની સામે કાર્યવાહી કરશે.

સચિન તેંડુલકરના નામ પર સ્ટેશન

અનેક રેલવે સ્ટેશનોના નામ સાવ જુદા જ પ્રકારના હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં સચિન નામનું રેલવે સ્ટેશન (Sachin Railway Station) પણ આવેલું છે. પૂર્વ ઓપનિંગ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે તેઓનો એક ફોટો શૅર કર્યો છે, જેમાં તેઓ એક રેલવે સ્ટેશન પર ઊભા છે. અને આ રેલવે સ્ટેશનનું નામ ‘સચિન’ (Sachin Railway Station) એમ લખેલું દેખાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ રેલવે સ્ટેશનનું નામ ક્રિકેટર સચિન તેંડુલકરના નામની યાદ અપાવે છે. એટલા માટે જ ગાવસ્કરે આ પોસ્ટ શૅર કરી છે.

indian railways western railway gujarat chennai gujarat news national news