પત્ની રિવાબાના રાજકારણથી રવિન્દ્ર જાડેજા થયા ટ્રોલ, જાણો શું છે મામલો

28 December, 2022 12:14 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ફરી એકવાર પતિ જાડેજા પત્નીના વખાણ કરવા બદલ ટ્રોલ થયા છે. વાસ્તવમાં, તેમણે આરએસએસ વિશે જાણવા માટે રીવાબાના વખાણ કર્યા હતા.

તસવીર સૌજન્ય ટ્વિટર

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)જ્યારથી તેની પત્ની રીવાબા જાડેજા (Rivaba Jadeja)એ ગુજરાત વિધાનસભા (Gujarat Election)ની ચૂંટણી લડી ત્યારથી તે ટ્રોલ થઈ રહ્યા છે.

રિવાબા ભાજપમાંથી ઉમેદવાર ચૂંટાયા હતા. ત્યારે પ્રચાર દરમિયાન પણ તેમને ટ્રોલ કરવામાં આવ્યાં હતાં. ત્યારે ફરી એકવાર પતિ જાડેજા પત્નીના વખાણ કરવા બદલ ટ્રોલ થયા છે. વાસ્તવમાં, તેમણે આરએસએસ વિશે જાણવા માટે રીવાબાના વખાણ કર્યા હતા. તેણે `ભારતીય` કેપ્શન સાથે રાષ્ટ્રધ્વજ સાથેનો ફોટો પણ શેર કર્યો છે.

26 ડિસેમ્બરના રોજ જાડેજાએ તેની પત્ની રીવાબા જાડેજાનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમની પત્ની આરએસએસ પર પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપી રહ્યાં હતા. આ વીડિયોમાં તેમણે RSSની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તે દેશભક્તિ, રાષ્ટ્રવાદ, બલિદાન અને એકતા માટે હંમેશા આગળ રહેશે.

શું હતું જાડેજાનું ટ્વિટ

આ જ વિડિયો શેર કરતાં જાડેજાએ લખ્યું,"RSS વિશે તમારું જ્ઞાન જોઈને ખૂબ જ સરસ લાગ્યું. એક સંસ્થા જે ભારતીય સંસ્કૃતિના આદર્શોને પ્રોત્સાહન આપે છે અને આપણા સમાજના મૂલ્યોને જાળવી રાખે છે. તમારું જ્ઞાન અને મહેનત તમને અલગ બનાવે છે. આને જાળવી રાખો."

આ પણ વાંચો: ગુજરાતે કેન્દ્ર પાસે વૅક્સિનના ૧૨ લાખ ડોઝ માગ્યા

હવે સોશિયલ મીડિયા પર યુઝર્સ તેમને પૂછી રહ્યા છે કે શું તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો છે અને શું BCCI ભાજપ અને RSSને સમર્પણ કરી દીધું છે. તે જ સમયે, કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ એક ન્યૂઝ ચેનલની ચર્ચામાં કહ્યું કે દરેક વ્યક્તિ, તે ખેલાડી હોય કે અભિનેતા, ED અને આવકવેરાના ડરથી ભાજપને ખુશ રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે.

gujarat news ravindra jadeja bharatiya janata party jamnagar