અમદાવાદમાં ભારતની પહેલી ઍરપોર્ટ હેલ્થ લાઉન્જ શરૂ થઈ : ૧૦ મિનિટમાં કરી શકાશે બૉડી-ચેકઅપ

24 July, 2024 03:16 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી ક્રૉનિકલ ઇલનેસની બીમારી આવી શકે કે નહીં એ પણ જાણી શકાશે.

અમદાવાદ ઍરપોર્ટ પર હેલ્થ લાઉન્જ શરૂ થઈ

અમદાવાદમાં ઍરપોર્ટ પર હેલ્થ લાઉન્જ શરૂ કરવામાં આવી છે. આ ભારતની પહેલી ઍરપોર્ટ હેલ્થ લાઉન્જ છે. AB પ્લસ સ્પેશ્યલિટી હૉસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવેલા આ લાઉન્જમાં યાત્રીઓ સઘન ફુલ બોડી હેલ્થ સ્કૅન કરાવી શકશે અને એ પણ ફક્ત ૧૦ મિનિટમાં. આ ચેકઅપમાં ઑટોમેટેડ આઇ ચેકઅપ, બૉડી કમ્પોઝિશન ઍનૅલિસિસ, કાર્ડિયોવૅસ્ક્યુલર સ્ક્રીનિંગ, ફેસ સ્કિન ઍનૅલિસિસ, ફુટ પ્રેશર ઍનૅલિસિસ તેમ જ હેર ઍન્ડ સ્કાલ્પ ઍનૅલિસિસ કરવામાં આવશે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી ક્રૉનિકલ ઇલનેસની બીમારી આવી શકે કે નહીં એ પણ જાણી શકાશે. અત્યાર સુધીમાં ૧૨૦૦થી વધુ લોકોનાં ચેકઅપ થઈ ચૂક્યાં છે.

ahmedabad life masala gujarat news gujarat health tips