સુરતના ઉધના રેલવે સ્ટેશન પર સેંકડોની સંખ્યામાં પ્રવાસીઓની ભીડ, સવારની ટ્રેન માટે રાતથી જ લગાડી લાઇન

27 October, 2024 05:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Hugh Crowd gathered at Surat Udhna Railway Station: સુરતના ઉધના સ્ટેશનની બહાર રોડ પર મુસાફરોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઉધના રેલવે સ્ટેશનની અંદર પણ મુસાફરોની ભારે ભીડ જામી હતી.

ઉધના સ્ટેશનના બહારની ભીડ (તસવીર: સોશિયલ મીડિયા)

દિવાળીનો તહેવાર નજીક આવતા દેશભરની એક્સ્પ્રેસ ટ્રેનોમાં (Hugh Crowd gathered at Surat Udhna Railway Station) ભારે ભીડ જોવા મળી રહી છે. હાલમાં ગુજરાતના સુરતથી ઊપડતી ટ્રેનોમાં પણ એવા જ દૃશ્યો જોવા મળ્યા હતા. સુરતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનમાં મુસાફરી કરવા ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. સુરતના ઉધના સ્ટેશનની બહાર રોડ પર મુસાફરોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઉધના રેલવે સ્ટેશનની અંદર પણ મુસાફરોની ભારે ભીડ જામી હતી.

ટ્રેનમાં તહેનાત સુરક્ષાકર્મીઓએ મુસાફરોને બેસાડવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. મુસાફરોની ભીડને કાબૂમાં લેવા માટે સૈનિકોએ લાકડીઓનો પ્રયોગ કર્યો હતો. સુરતના ઉધના (Hugh Crowd gathered at Surat Udhna Railway Station) વિસ્તારના રસ્તાઓ પર જોવા મળેલી ભીડ કોઈ ચૂંટણી રેલી માટે નથી આવી પરંતુ ટ્રેનમાં ચઢવા માટેની છે. સુરતથી ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને ઝારખંડ જતા મુસાફરો મોટી સંખ્યામાં આ સ્ટેશનો પર આવતા જોવા મળી રહ્યા છે. ઉધના સ્ટેશનની બહાર રોડ પર મુસાફરોની લગભગ એક કિલોમીટર લાંબી લાઈન જોવા મળી રહી છે. જ્યારે આ પ્રવાસીઓ સાથે વાત કરી તો ખબર પડી કે આ લોકો સવારે ટ્રેનમાં ચઢવા માટે મોડી રાતથી જ લાઇનમાં ઉભા રહેવાનું શરૂ કર્યું હતું.

સ્ટેશનનો પાર્કિંગ એરિયા પણ મુસાફરોથી ભરેલો જોવા મળી રહ્યો છે. અહીં હાજર મુસાફરોએ જણાવ્યું કે તેઓ રાત્રે બે વાગ્યાથી, 12 વાગ્યાથી અને 10 વાગ્યાથી સ્ટેશનો પર લાઇનમાં ઉભા હતા. સુરતના (Hugh Crowd gathered at Surat Udhna Railway Station) ઉધના સ્ટેશન પર મુસાફરોને કતારમાં ઉભા રહીને ટ્રેન સુધી પહોંચવા માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે. ઘણા સુરક્ષાકર્મીઓ મુસાફરોને ડંડા વડે મારતા પણ જોવા મળ્યા હતા. જે હાલત રેલવે સ્ટેશનની બહાર હતી તેવી જ હાલત રેલવે સ્ટેશનની અંદર અને ટ્રેનની અંદર પણ હતી. 12 કલાકની મહેનત બાદ લોકો ટ્રેનમાં પ્રવેશી શક્યા છે. ઘણી વખત રેલવે કર્મચારીઓ અને મુસાફરો વચ્ચે બોલાચાલી, દલીલો અને મારપીટ થવાની ઘટના પણ સામે આવી છે.

મુંબઈમાં પણ બાન્દ્રા ટર્મિનસ રેલવે સ્ટેશન પર બની નાસભાગની ઘટના

આજે બપોરે દિવાળીના વેકેશન માટે ગોરખપુર જતી ટ્રેનમાં ચડવાની લાહ્યમાં મુસાફરો વચ્ચે ભાગદોડ થઈ હતી અને આ ભાગદોડમાં નવ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બાન્દ્રાથી ગોરખપુર (Hugh Crowd gathered at Surat Udhna Railway Station) જઈ રહેલી ટ્રેન નંબર 22921 પ્લેટફોર્મ નંબર એક પર આવી હતી ત્યારે આ ટ્રેનમાં વહેલો તે પહેલોના ધોરણે ચડવા માટે અસંખ્ય મુસાફરો દોડ્યા હતા. મુસાફરોએ ટ્રેનના જનરલ ડબ્બામાં ચડવા માટે રીતસરની ધક્કામૂકી અને મારામારી કરી હતી. અત્યારે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે કયા કારણોસર આ ભાગદોડ થઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે આ ટ્રેન જનરલ કોચ સાથે ચાલે છે. એવાં પણ અહેવાલ છે કે જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર આવી ત્યારે તે સ્પીડમાં હતી અને આ જ વખતે લોકોએ તેમાં ચડવાનો પ્રયાસ કરતાં ભાગદોડ થઈ હતી.

surat indian railways gujarat news bandra terminus bandra diwali