અમદાવાદ સહિત ગુજરાતમાં ગરમીનો પ્રકોપ શરૂ

12 April, 2023 12:56 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગરમીના દિવસોમાં હજી પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માવઠામાંથી બહાર નીકળેલા ગુજરાત પર હવે ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. અમદાવાદમાં ગઈ કાલે ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર પહોંચ્યો હતો. બીજી તરફ ગરમીના દિવસોમાં હજી પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગરમીના પ્રકોપ વચ્ચે ૧૩ એપ્રિલે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં તેમ જ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

gujarat news Weather Update Gujarat Rains ahmedabad