09 October, 2024 06:51 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
BJP પ્રદેશ કાર્યાલય કમલમ
હરિયાણામાં BJPએ જીત મેળવી એ સાથે જ અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર કોબા પાસે આવેલા ગુજરાત BJPના પ્રદેશ કાર્યાલય કમલમમાં જીતની ઉજવણી કંઈક અલગ રીતે જ કરવામાં આવી હતી. હરિયાણામાં ચૂંટણી દરમ્યાન કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીનું જલેબીવાળું નિવેદન ટ્રોલ થયું હતું એટલે હરિયાણામાં જીત બાદ ગુજરાત BJPએ ગરમાગરમ જલેબી બનાવીને એનાથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત સૌકોઈનાં મોં મીઠાં કર્યાં હતાં. કમલમમાં જલેબી માટે ખાસ કાઉન્ટર બનાવ્યું હતું જ્યાં BJPના વિધાનસભ્ય અમિત ઠાકરે લોટાથી જલેબી પાડી હતી અને કેન્દ્રીય જળશક્તિપ્રધાન અને ગુજરાત BJPના અધ્યક્ષ સી. આર. પાટીલે ઝારાથી જલેબી તળીને ઊલટપૂલટ કરી હતી, જ્યારે ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો સહિત સૌને જલેબી વહેંચીને હરિયાણામાં જીતની હૅટ-ટ્રિકની ખુશી વ્યક્ત કરી હતી.