રાજસ્થાનમાં જોવા મળ્યો કાશ્મીર જેવો માહોલ

02 March, 2025 11:30 AM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડ્યા હતા. ગઈ કાલે સવારે ઝુનઝુનુ અને તિજારામાં વરસાદ સાથે કરા પડ્યા હતા અને એથી ખેતરોમાં ઊભા પાકને ભારે નુકસાન થયું હતું.

રાજસ્થાનમાં જોવા મળ્યો કાશ્મીર જેવો માહોલ

રાજસ્થાનમાં તાપમાનમાં ભારે ઉતાર-ચડાવના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઝુનઝુનુ અને ચુરુ સહિત અનેક સ્થળે શુક્રવારે અને શનિવારે બરફના કરા પડ્યા હતા અને જાણે કાશ્મીરમાં હોઈએ એવો માહોલ નજરે પડ્યો હતો.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડ્યા હતા. ગઈ કાલે સવારે ઝુનઝુનુ અને તિજારામાં વરસાદ સાથે કરા પડ્યા હતા અને એથી ખેતરોમાં ઊભા પાકને ભારે નુકસાન થયું હતું. આગામી દિવસોમાં પણ આવી જ મોસમ રહેવાનો અંદાજ છે.

સોશ્યલ મીડિયામાં ઝુનઝુનુના ખેતડી, ચુરુના રાજગઢમાં ભારે બરફવર્ષાના વિડિયો વાઇરલ થયા હતા. ચોમેર માત્ર બરફ જોવા મળે છે અને કાશ્મીર જેવો માહોલ દેખાય છે.

ગઈ કાલે બિકાનેર, જયપુર અને ભરતપુરમાં પણ મેઘગર્જના સાથે વરસાદ પડ્યો હતો.

rajasthan Weather Update jaipur bikaner environment gujarat gujarat news news