21 January, 2019 07:42 PM IST |
ગુજકેટની તારીખોમાં ફરી થયો ફેરફાર
ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્રારા ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) ની પરીક્ષાની તારીખ ફરીથી બદલવામાં આવી છે. ગુજકેટ 2019 પરીક્ષા હવે 4 એપ્રિલના બદલે 23 એપ્રિલ 2019ના રોજ લેવાશે. ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડના અધિકારીના કહેવા પ્રમાણે આ સમયે સીબીએસઇની પરીક્ષા હોવાના કારણે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 30 માર્ચ 2019ના રોજ ગુજકેટની પરીક્ષા યોજાવાની હતી.
ગુજરાત શિક્ષણ બોર્ડનો પરિપત્ર
ગુજકેટ 2019ની પરીક્ષા કુલ ત્રણ ભાષામાં લેવામાં આવશે. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષામાં પરીક્ષા લેવાશે. આ પરીક્ષા ઓફ-લાઇન લેવામાં આવશે. ગુજકેટમાં પરીક્ષાના ફોર્મ ભરવા માટેની માહિતી આ પ્રમાણે છે.
ગુજકેટ 2019ની મહત્વની તારીખો
ઑનલાઈન ફોર્મ મેળવવાનો અંતિમ દિવસ ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયા સુધી
પરીક્ષા માટે અરજી કરવાનો છેલ્લો દિવસ માર્ચના અંતિમ અઠવાડિયા સુધી
એડમિટ કાર્ડ મળવાનો સમય એપ્રિલના બીજા અઠવાડિયા સુધીમાં
પરીક્ષાની તારીખ 23 એપ્રિલ 2019
પરીક્ષાનું પરીણામ મે 2019ના બીજા અઠવાડિયાના અંત સુધીમાં