26 November, 2023 01:16 PM IST | Mumbai | Shailesh Nayak
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં પ્રભુ શ્રીરામનાં દર્શન કર્યાં હતાં
અમદાવાદ ઃ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત માટે જપાન જતાં પહેલાં ગઈ કાલે પ્રભુશ્રી રામલલ્લાના શરણે અયોધ્યા પહોંચ્યા હતા. મંદિરમાં ભગવાન રામચંદ્રજીનાં દર્શન કરીને ગુજરાત સરકાર અહીં યાત્રી ભવન બનાવશે એવો નિર્ણય જાહેર કર્યો હતો.
વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ અયોધ્યામાં આકાર પામી રહેલા રામમંદિર પાસે ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ કરવાનો નિર્ણય ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. રામમંદિરનાં દર્શને આવતા શ્રદ્ધાળુઓને મંદિર પરિસર નજીક રહેવાની સુવિધા મળી રહે એ માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા યાત્રી ભવનનું નિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.