24 June, 2022 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુપ્રીમ કૉર્ટ (ફાઈલ તસવીર)
ગુજરાત રાયટ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લિન ચિટ આપનારા એસઆઇટી રિપૉર્ટને સુપ્રીમ કૉર્ટે યોગ્ય માન્યો છે. આ રિપૉર્ટ વિરુદ્ધ અરજી દાખલ કરનારી જાકિયા જાફરીને કૉર્ટે શુક્રવારે આકરો ઝટકો આપ્યો છે. કૉર્ટે તેમની અરજી ફગાવી દીધી છે.
હકિકતે, 2002માં થયેલા રાયટ્સની તપાસ માટે એસઆઇટી બનાવવામાં આવી હતી. આ એસઆઇટીએ પોતાના રિપૉર્ટમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને ક્લીન ચિટ આપી હતી. આ વિરુદ્ધ જાકિયા જાફરીએ સુપ્રીમ કૉર્ટમાં અરજી દાખલ કરી હતી. જાકિયાના પતિ અને કૉંગ્રેસ નેતા એહસાન જાફરીની 28 ફેબ્રુઆરીના 2002ના અમદાવાદની ગુલબર્ગ સોસાઇટીમાં હિંસા દરમિયાન મૃત્યુ થયું.
સુપ્રીમ કૉર્ટે નિર્યણ રાખ્યો સુરક્ષિત
જાકિયા જાફરીની અરજી પર મેરેથૉન સુનાવણી પૂરી કરવા માટે સુપ્રીમ કૉર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કૉર્ટે 9 ડિસેમ્બર, 2021ના આ મામલે સુનાવણી પૂરી કરી લીધી હતી. હવે જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે આ મામલે સુનાવણી પૂરી કરી.
અરજી વિરુદ્ધ એસઆઇટીની દલીલ
અરજી વિરુદ્ધ ગુજરાત રાયટ્સની તપાસ કરનારી સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમે સુપ્રીમ કૉર્ટમાં કહ્યું હતું કે અમારી ઇન્વેસ્ટિગેશન પર કોઇએ વાંધો નથી ઉઠાવ્યો સિવાય તે અરજી જે જાકિયા જાફરીએ દાખલ કરી છે. જાફરીએ પોતાની અરજીમાં રાજ્યામાં થયેલી આ હિંસામાં મોટું ષડયંત્ર હોવાનો આરોપ પણ મૂક્યો છે. આ અરજી પર પહેલા થયેલી સુનાવણી દરમિયાન રોહતગીએ સુપ્રીમ કૉર્ટને કહ્યું હતું કે જાકિયા જાફરીએ લગભગ 12 હજાર પાનાની વિરોધ અરજી નોંધાવી છે અને આ ફરિયા માનવા માટે કહ્યું છે. રોહતગીએ કહ્યું હતું કે એવું કરીને જાકિયા આ મામલો ગરમાવવા માગે છે અને આ એક દુર્ભાવનાપૂર્ણ સંકેત છે.